ગઢડા(સ્વામીના) ભવ્ય રંગદર્શી રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wh81523e93g7qc3o/" left="-10"]

ગઢડા(સ્વામીના) ભવ્ય રંગદર્શી રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કે


૭૫ જેટલા વાહનો અને ૫૦
જેટલા ફલોટસ આકર્ષણ જમાવશે

૧૦૦ મણ કઠોળનો પ્રસાદ વિતરણ કરાશે

ગઢડા(સ્વામીના) ખાતે જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા પરંપરાગત આયોજીત આગામી ૨૯ મી રથયાત્રા ની સંપૂર્ણ તૈયારીઓ આખરી તબક્કે પહોંચવા પામેલ છે. સમગ્ર જિલ્લામાં આકર્ષણ ના કેન્દ્ર સમાન ગઢડાની રથયાત્રા માટે કેસરીયા વાતાવરણ વચ્ચે લોકોમાં અભૂતપૂર્વ થનગનાટ જોવા મળી રહ્યો છે.

આ રથયાત્રા ૧લી જૂલાઈ શુક્રવારે અષાઢી બીજ ના રોજ શહેરના અંબાજી ચોક, મઘરપાટ વિસ્તારમાંથી બપોરે ૨-૦૦ કલાકે સંતો અને અગ્રણીઓ ના હસ્તે પ્રસ્થાન કરશે. ત્યારબાદ પરંપરાગત સવા બે કીલોમીટર ના રૂટ મુજબ કુંભાર શેરી, વાઢાળા ચોક, માણેક ચોક, ગોપીનાથજી દેવ મંદિર, ટાવર ચોક, બોટાદ ઝાંપા, નગર પાલિકા, પોલીસ લાઈન, હાઈસ્કૂલ ચાર રસ્તા થી મોહનભાઈ ના બાવલા પાછળ થઈ ને જીન નાકાથી અંબાજી ચોક ખાતે સાંજે ૮-૩૦ કલાકે વિસર્જિત થશે. આ રથયાત્રા દરમિયાન આશરે ૭૫ જેટલા વાહનો નો કાફલો અને ૫૦ જેટલા રંગદર્શી ફલોટસ આકર્ષક નું કેન્દ્ર બની રહેશે. તેમજ સુભદ્રાજી, બળદેવજી અને જગન્નાથજી ની રથ સવારી ના દર્શન તથા હાથેથી દોરડા વડે રથ ખેંચીને ચલાવવા માટે ભાવિક ભકતો લાભ લેશે. આ ઉપરાંત સમગ્ર રથયાત્રા માં ૬ જેટલા ડી.જે. બેન્ડ, મીઠુ બેન્ડ તથા વિવિધ રાસ‌ મંડળીઓ, અખાડા ના દાવ કરતબો, જુનિયર ફિલ્મી સ્ટારો, બેડા નૃત્ય અને બાળકો માટે મીની ટ્રેન વિગેરે આયોજનો લોકો માટે અનેરૂં આકર્ષણ જમાવશે. આ રથયાત્રા દરમિયાન ૧૦૦ મણ જેટલા કઠોળની ચણા,મગ અને મઠ ની પ્રસાદી નું વિતરણ તેમજ શહેરીજનો અને મંડળો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં રથયાત્રા ના રૂટ ઉપર ચા-પાણી, નાસ્તા અને શરબત ના સ્ટોલ ઉભા કરવામાં આવશે. રથયાત્રા ના અંતે રંગદર્શી ફલોટ ના આયોજક મંડળો ને નિર્ણાયકો ના નિર્ણય બાદ વિજેતા ક્રમાંક મુજબ રોકડ રકમ તથા ટ્રોફી દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે. આ ભવ્ય રથયાત્રા ને વધુમાં વધુ સફળ અને રંગદર્શી બનાવવા માટે રથયાત્રા સમિતિ ઉપરાંત જુદા જુદા મંડળો અને સ્વયંસેવકો દ્વારા હાથ ધરવામાં આવેલી તૈયારીઓ આખરી તબક્કે પહોંચવા પામેલ છે. આ રથયાત્રામાં જીણવટ પૂર્વક જરૂરી બાબતે કાળજી લેવા માટે પ્રશાસન દ્વારા સંકલન હાથ ધરવામાં આવતા નગર પાલિકા, પી.જી.વી.સી.એલ. તથા જિલ્લા અને સ્થાનિક પોલીસ ટીમ તથા કલેકટર અને મામલતદાર સ્ટાફ સહિતના વિભાગો દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]