જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ દ્વારા જિલ્લાના યુવાનોને રોજગારીની સુવર્ણ તક - At This Time

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ દ્વારા જિલ્લાના યુવાનોને રોજગારીની સુવર્ણ તક


જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ દ્વારા જિલ્લાના યુવાનોને રોજગારીની સુવર્ણ તક

ઈલેક્ટ્રીક સ્કુટર્સ અને બાઈક્સ બી યુ ફોર ઓટો પ્રા.લી.અમદાવાદ ખાતેના એકમ માટે એસેમ્બલી ઓપરેટર તથા સેલ્સ એક્ઝીક્યુટીવની કાયમી જગ્યા માટે બોટાદ ખાતે ૧૫ ફેબ્રુઆરીએ ભરતી મેળો યોજાશે

બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવનાર માટે ઈલેક્ટ્રીક સ્કુટર્સ અને બાઈક્સ બી યુ ફોર ઓટો પ્રા.લી. અમદાવાદ ખાતેના એકમ માટે એસેમ્બલી ઓપરેટર તથા સેલ્સ એક્ઝીક્યુટીવની કાયમી જગ્યા માટે આઈ.ટી.આઈ ટેકનીકલ ટ્રેડ પાસ (ધો.૧૨ પાસ સાથે) અને ડીપ્લોમા ઇન મીકેનીકલ પાસની લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન ખસ રોડ, બોટાદ ખાતે તા.૧૫/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.

આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરવી. અનુંબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. રોજગાર ઇચ્છુકોએ રીઝયુમ / બાયોડેટા, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજોની ઝેરોક્ષ સાથે ભરતીમેળાના સ્થળ પર ઉપસ્થિત રહેવું નિયત ભરતીમેળામાં ભાગ વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી,બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક સાધવા ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારીશ્રી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.