આને કહેવાય આઝાદ દેશ, ભારતના વિદેશ મંત્રી જયશંકર પર આફરીન પોકારી ગયા પાકના પૂર્વ પીએમ ઈમરાન - At This Time

આને કહેવાય આઝાદ દેશ, ભારતના વિદેશ મંત્રી જયશંકર પર આફરીન પોકારી ગયા પાકના પૂર્વ પીએમ ઈમરાન


નવી દિલ્હી, તા. 14. ઓગસ્ટ, 2022 રવિવારપાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન સત્તા ગુમાવ્યા બાદ આજકાલ પોતાના ભાષણોમાં ભારતના વખાણ કરતા નજરે પડી રહ્યા છે.ભારતની વિદેશ નીતિના ફેન બની ગયેલા ઈમરાનખાને લાખો લોકોની સભામાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનો વિડિયો લોકોને બતાવીને કહ્યુ હતુ કે, આવો હોય એક આઝાદ દેશ....ઈમરાન હાલના પીએમ શાહબાઝ શરીફ પર અમેરિકા સાથે મળીને પોતાને સત્તા પરથી ઉથલાવવાનો આરોપ મુકી રહ્યા છે.શનિવારે ફરી તેમણે આ જ આરોપ મુકયો હતો.સાથે સાથે એસ જયશંકરની યુરોપ યાત્રાની એક ક્લિપ પણ લોકો સમક્ષ રજૂ કરી હતી.જેમાં જયશંકરને પૂછવામાં આવે છે કે, શું દેશ હિત માટે આ યુધ્ધમાં તમે પૈસા લગાડી રહ્યા છો ત્યારે જયશંકર જવાબ આપે છે કે, શું રશિયા પાસેથી ગેસ ખરીદવો એ યુધ્ધમાં પૈસા લગાડવાનુ ના કહી શકાય...ભારત રશિયા પાસે ઓઈલ ખરીદે તો ભારતના પૈસા રશિયાને યુધ્ધમાં મદદ કરવા માટે વપરાય છે અને યુરોપના દેશોને રશિયા ગેસ સપ્લાય કરે તો તે માટેના પૈસા યુધ્ધનુ ફંડિંગ નથી?જો યુરોપ અને પશ્ચિમના દેશોને આટલી ચિંતા હોય તો ઈરાન અને વેનેઝુએલાને તેમનુ ઓઈલ માર્કેટમાં વેચવા કેમ મંજૂરી આપતા નથી...ઈમરાને આ ક્લિપ બતાવીને કહ્યુ હતુ કે, તમે સાંભળ્યુ ને ? જેમના ના ખબર પડી હોય તેમને હું સમજાવુ છું...વિદેશ મંત્રીને જ્યારે પત્રકારોએ કહ્યુ કે, તમે રશિયા પાસે ઓઈલના ખરીદો તો ભારતના વિદેશ મંત્રીએ કહ્યુ હતુ કે, તમે કોણ છો અમને કહેવાવાળા..યુરોપ રશિયા પાસે તેલ ખરીદે છે અને અમારા લોકોને ઓઈલની જરુર છે તો અમે ખરીદીશું...આને કહેવાય આઝાદ દેશ...પાકિસ્તાન માટે અમે રશિયા સાથે ઓઈલ ખરીદવા સોદો કરી દીધો હતો પણ નવી સરકારની તેના પર આગળ વધવાની હિંમત ના થઈ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.