દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયેસર માદક પદાર્થ વનસ્પતિજન્ય ભેજ યુક્ત ગાંજો ૧ કિલો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૧૨,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/w5ewthbcdqrglfq2/" left="-10"]

દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયેસર માદક પદાર્થ વનસ્પતિજન્ય ભેજ યુક્ત ગાંજો ૧ કિલો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૧૨,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.


દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયેસર માદક પદાર્થ વનસ્પતિજન્ય ભેજ યુક્ત ગાંજો ૧ કિલો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૧૨,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ કેફી ઔષધો મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર હેરા-ફેરી વેચાણ અટકાવવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે. જે અનુસંઘાને ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાંઓની જરૂરી સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ.એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી.પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાઘનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોયએસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી. ટીમ દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોદડીયાપરા-૦૫ દામનગર તા.લાઠી જિ.અમરેલીના રહીશ ઈકબાલભાઇ જબારભાઇ ખારાણી રહે. નારાયણનગર જનતા સોસાયટી વિસ્તાર આંબરડી તા.લાઠી જિ.અમરેલી હાલ રહે. ગોદડીયાપરા-૦૫ દામનગર તા.લાઠી જિ.અમરેલીવાળા પોતાના કબ્જા ભોગવટાના ભાડાનાં મકાને ગેરકાયદેસર કોઇપણ જાતના લાયસન્સ વગર ગાંજા જેવો માદક પદાર્થ રાખી વેચાણ કરે છે. તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપી
ઈકબાલભાઇ જબારભાઇ ખારાણી, ઉ.વ.-૩૨ રહે. નારાયણનગર જનતા સોસાયટી વિસ્તાર આંબરડી તા.લાઠી જિ.અમરેલી હાલ રહે. ગોદડીયાપરા-૦૫ દામનગર તા.લાઠી જિ.અમરેલી.

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઈતિહાસ
મજકુર પકડાયેલ ઈસમ વિરૂધ્ધ (૧) રાજકોટ ગ્રામ્ય આટકોટ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૧૩૦૯૨૨૧૧૦૦૭૦/ ૨૦૨૧ NDPS એક્ટની કલમ- ૮(સી) ૨૦(બી)૨-બી ૨૯ મુજબ
(૨) રાજકોટ તાલુકા પો.સ્ટે.ગુ.ર.નં.-૧૧૨૦૮૦૫૩૨૧૩૧૦૪/૨૦૨૧ ૨૦૨૧ NDPS એક્ટની કલમ-૮(સી) ૨૦(બી) મુજબ
(૩) દામનગર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં. ૭૪/૨૦૧૪ પ્રોહી.કલમ-૬૬(૧)બી ૮૫(૧)૩ મુજબ
(૪) દામનગર પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં. ૦૫૪/૨૦૨૦ પ્રોહી.કલમ-૬૬(૧)બી,
(૫) બોટાદ સીટી પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં. ૨૪૯/૨૦૧૯ પ્રોહી.કલમ-૬૬(૧)બી ૮૫(૧)૩ મુજબના ગુનાઓ રજીસ્ટર થયેલ છે.

પકડાવા ઉપર બાકી આરોપી
મજકુર પકડાયેલ આરોપીની પુછપરછ દરમિયાન સદરહું પકડાયેલ ભેજ યુક્ત ગાંજાનો જથ્થો કોટડા તા.વિછીયા જિ.રાજકોટ મુકામે રહેતો સુરેશભાઇ ઉર્ફે સુરો તેના મો.નં.૯૫૩૭૮૧૪૬૩૧ વાળો આપી ગયેલ હતા.

પકડાયેલ મુદ્દામાલ
વનસ્પતિજન્ય સુકો-ભેજ યુક્ત માદક પદાર્થ ગાંજાનો જથ્થો કુલ વજન-૧ કિલો કિ.રૂા.૧૦૦૦૦/-તથા એક પ્લાસ્ટીકની થેલી કિ.રૂા.૦૦/-તથા એક ડીઝીટલ ઇલેકટ્રીક વજન કાંટો કિ.રૂ.૫૦૦/- તથા એક કી-પેઈડ મોબાઇલ ફોન કિ.રૂા.૧૫૦૦/- મળી કુલ કિ.રૂા.૧૨૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે અને મજકુર ઈસમને વઘુ તપાસ અર્થે દામનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે. અને પકડવા ઉપર બાકી રહેલ આરોપીને પકડી પાડવા ચક્રોગતીમાન કરવામાં આવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરઆર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી. ટીમનાં અના.એ.એસ.આઇ. સંજયભાઇ પરમાર તથા નાજભાઇ પોપટ તથા રફીકભાઇ રાઠોડ તથા યુવરાજસિંહ સરવૈયા તથા હેડ કોન્સ.મનિષદાન ગઢવી તથા ગોબરભાઇ લાપા તથા જીતેન્દ્રભાઇ મહેતા તથા જીજ્ઞેશભાઇ પોપટાણી તથા જનકભાઇ કુવાડીયા દ્વારા કરવામાં આવેલ છે


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]