મહીસાગર જિલ્લામાં ગાંધીનગર વાસ્મો કચેરીના આદેશોથી એન્જિનિયરો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/w06ibqshc5ehunrg/" left="-10"]

મહીસાગર જિલ્લામાં ગાંધીનગર વાસ્મો કચેરીના આદેશોથી એન્જિનિયરો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ


રોજેરોજ રિપોર્ટ વાસ્મો કચેરીએ થવી જોઈએ તપાસણી અર્થે આવેલી ટીમો દ્વારા રોજની કામગીરી વાસ્મો કચેરીએ યુનિટ મેનેજર ને થવી જોઈએ ત્યારબાદ વહિવટી તપાસ કરવામાં આવે તોજ "નલ સે જલ" નો ભ્રષ્ટાચાર નો સાચો રીપોર્ટ મળી સકશે અને સરકારની યોજનાનો લાભ લોકોના ઘરે ઘરે પહોંચશે

મહિસાગર જિલ્લામાં ૨૫૯ કરોડ રૂપિયા ના માતબર ખર્ચાઓ બાદ રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી એવી ગરીબોના ઘરો સુધી પીવાનું પાણી પહોંચાડવા માટેની નલ સે જલ યોજનાની કામગીરીઓ તકલાદી અને ભ્રષ્ટાચાર થી ભરપૂર હોવાના બહાર આવેલા આ મહાકૌભાંડ સામે ગાંધીનગર વાસ્મો કચેરીના મુખ્ય ઇજનેર દ્વારા ૧૧૧ ઇજારદાર એજન્સીઓ સામે ટેન્ડર પ્રક્રિયાઓમાં ભાગ લઈ શકશે નહીં અને ૨૭ ઇજારદાર એજન્સીઓને ત્રણ વર્ષો માટે ડી બાર્ડ (બ્લેક લિસ્ટ) કરવાના સખ્ત આદેશો ફરમાવ્યા બાદ ગાંધીનગર ખાતેથી ટેકનિકલ ટીમો દ્વારા મહીસાગર જિલ્લા કેટલાક ચોક્કસગામોની યાદીઓ સાથે નલ સે જલ યોજનાની કરાયેલી કામગીરીઓની સ્થળ તપાસો માટે ટેકનિકલ ટીમો મેદાનમાં ઉતરતા કૌભાંડકારીઓ માં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. ગાંધીનગર સ્થિત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના વિજિલન્સ ટીમના આકરા તપાસ અહેવાલ બાદ કાર્યપાલક ઇજનેરો અને નાયબ કાર્યપાલક ઇજનેરોની ટીમો દ્વારા મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાની કરાયેલ કામગીરીઓ ટેન્ડરની શરતો પ્રમાણે ગુણવત્તા સભર કરવામાં આવી છે કે કેમ?. અને મુખ્યત્વે પાણીની પાઇપલાઇનો ની ચકાસણીઓ કરવાનું શરૂ કરતાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં વીજીલન્સ ટીમની તપાસ બાદ વાસ્મો કચેરીના યુનિટ મેનેજર દ્વારા કડક કાર્યવાહી કરાતા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે.કેટલાક ગામોમાં વાસ્મો યોજનામાં કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ દ્વારા ॥ કામ પૂર્ણ કરેલ નથી અને બોગસ બીલો મૈં બનાવી ૨૫૯ કરોડ રૂપિયા સરકારની તિજોરીમાંથી ગ્રામ પંચાયત પાણી : સમિતિના સહયોગથી ઉઠાવી લેવામાં આવ્યા છે.મહીસાગર જિલ્લા કચેરી વાસ્મો દ્વારા ભ્રષ્ટાચારના પગલે . યુનિટ મેનેજર ગીરીશભાઈ અગોલા - દ્વારા યુનિટ ટીમો બનાવી ખાતાકીય તપાસ કરાતા રિપોર્ટ ગાંધીનગર ખાતે - કરવામાં આવેલ હતો. ત્યારબાદ - ગાંધીનગર પાણી પુરવઠા બોર્ડના . આદેશથી મહીસાગર જિલ્લામાં વિજિલન્સ ટીમની તપાસણી બાદ કાર્યપાલક ઈજનેર અને નાયબ . કાર્યપાલક ઈજનેરની ટીમો ટેકનિકલતપાસણી અર્થે મહીસાગર જિલ્લામાં " ગામેગામ ઉતરી પડી છે.આ ટીમો દ્વારા તપાસણીના આદેશથી જેસીબી " દ્વારા ખાડા ખોદી પાઇપો તેમજ ખોટી " કામગીરી અંગેની પૂર્ણ ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસણી 1 કર્યા પછી ટીમો દ્વારા જે તે રિપોર્ટ કરી . યુનિટ મેનેજર અને ગાંધીનગર ખાતે રિપોર્ટ મોકલશે. રિપોર્ટના આધારે - જે કામગીરી બંધ કરી છે તેની તપાસ - કરી નવેસરથી કામગીરી સોંપણી - કરવામાં આવશે અને જ્યાં અધૂરી . છે તે કામગીરી પુનઃ ચાલુ કરવામાં આવશે. ખોટા બિલો મૂકી ડુપ્લીકેટ . પાઈપો લાવી આઈએસઆઈ માર્કા લગાવી જમીનની નીચે ધરબી દેવામાં . આવી છે. તેની ન્યાયિક તપાસ . કરી યોગ્ય રિપોર્ટ વડી કચેરીએ મોકલવામાં આવે તો વધુ એક ભ્રષ્ટાચારનો પોપડો નલ સે જલમાં ખૂલવા પામે તેમ છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]