ભચાઉ તાલુકાના વોંધ પાસે આવેલા પ્રસિધ્ધ બાબા રામદેવપીર ના મંદિરે બે દિવસીય ભવ્ય લોક મેળો ભરાયો - At This Time

ભચાઉ તાલુકાના વોંધ પાસે આવેલા પ્રસિધ્ધ બાબા રામદેવપીર ના મંદિરે બે દિવસીય ભવ્ય લોક મેળો ભરાયો


પ્રસિધ્ધ ભચાઉ તાલુકાના વોંધ પાસે આવેલા બાબા રામદેવપીર ના મંદિરે બે દિવસીય ભવ્ય લોક મેળો ભરાય છે
મુંબઇથી જૈન ઓસવાળ ગ્રુપ તેમજ લાકડિયા,ભચાઉ, સામખિયાળી, વિજપાસર થી પદયાત્રા કરીને ભાવિકો રામાપીરનો નેજો લાવ્યા હતા અને મંદિરે આસ્થાભેર ચડાવ્યો હતો. કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.વોંધ, વિજપાસર અને છાડવારા ગામના ત્રિભેટે આવેલા રામદેવપીરના મંદિરે પરંપરા મુજબ ભાદરવા સુદ અગિયારસનો મેળો ભરાય છે આ મેળો સોમવાર અને મંગળવાર એમ બે દિવસ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળો વાગડ નો મોટો મેળો છે જેમાં સ્થાનિક સાથે બહાર વસવાટ કરતા કચ્છના લોકો પણ લહાવો લેવા માટે આવે છે અને સહેલાણીઓ, ભાવિકો રાણુંજાના રાજા રામદેવપીર મહારાજના દર્શનનો લાભ લઇ રહ્યા છે. મેળાની પૂર્વ રાત્રિએ આજુબાજુના ગામડાં માથી નેજો આવે છે અને જ્યારે સામેના વિજપાસર ગામ ખાતેથી મુખ્ય નેજો આવી ગયા બાદ મેળા સમિતિ દ્વારા અગ્રણીઓની ઉપસ્થિતમાં મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો
મેળામાં આજુબાજુના પંથકના ગામોમાંથી વિશાળ બહોળી સંખ્યામાં પ્રજા ઉમટી પડી હતી અને રામદેવપીરના મંદિરે લોકો એ દર્શનનો લ્હાવો લઈ મોજ પૂર્વક મેળાની મજા માણી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.