મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં હથિયાર સાથે પ્રવેશવાની મનાઈ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી - At This Time

મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં હથિયાર સાથે પ્રવેશવાની મનાઈ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી


વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અનુસંધાને બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ફરમાવ્યું છે કે, જિલ્લાના તમામ મતદારો નાગરીકોનું ધ્યાન લોક પ્રતિનિધિત્વ ધારા -૧૯૫૧ની કલમ-૧૩૪(બી) (૧૯૯૬ના સુધારા મુજબ દાખલ થયેલ) તરફ દોરવામાં આવે છે. જે અનુસાર ચૂંટણી ફરજ અને કાયદો વ્યવસ્થાની જાળવણી સાથે સંકળાયેલ અધિકારી/કર્મચારીઓ સિવાય કોઈપણ વ્યકિત હથિયાર ધારા ૧૯૫૯માં વ્યાખ્યા કર્યા મુજબના હથિયાર સાથે મતદાન કેન્દ્રની આજુબાજુના ૨૦૦ (બસો) મીટ૨ના વિસ્તારમાં પ્રવેશી શકશે નહીં.

પ્રવેશબંધીનો ભંગ કરનાર વ્યક્તિની તુરંત જ ધરપકડ કરવામાં આવશે અને તેના વિરૂદ્ધ ઉપરોકત કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. આ ગુનો બે વર્ષની સજા અને દંડને પાત્ર છે અને તે કોગ્નીઝેબલ છે. આ ઉપરાંત આવી વ્યકિત પરવાનેદાર કે અન્ય કાયદેસરના હથિયારધારી હશે તો તેના હથિયારો જપ્ત કરી પરવાના રદ કરવાની સત્તા પણ આ કાયદા હેઠળ અપાઈ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.