વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 બોટાદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે પ્રિન્ટીંગ પ્રેસધારકોએ અનુસરવાની માર્ગદર્શિકા - At This Time

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 બોટાદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે પ્રિન્ટીંગ પ્રેસધારકોએ અનુસરવાની માર્ગદર્શિકા


આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ના સંદર્ભમાં જિલ્લાના તમામ પ્રિન્ટીંગ પ્રેસ ધરાવનારાઓનું ધ્યાન ભારતના ચૂંટણી પંચની સુચના તરફ દોરવા માટે બોટાદ જિલ્લા અધિક કલેક્ટરશ્રીએ ફરમાવ્યું છે કે, કોઈપણ વ્યકિત જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહી અથવા છપાવી કે પ્રસિદ્ધી કરાવી શકશે નહી.પ્રકાશકની ઓળખ અંગેના બે વ્યકિતઓએ શાખ કરેલા એકરારનામાની બે નકલ મુદૂકને જોડાણ—ક માં આપવાની રહેશે અને મુદ્રકે આવા એકરારપત્રો બે નકલમાં મેળવી લેવાના રહેશે. દરેક મુદ્રણાલય, ફોટોકોપી કરનાર કે રોનીયો કોપી કાઢનાર કે કોમ્પ્યુટર પ્રિન્ટ કાઢનાર એ ચૂંટણી સાહિત્ય છપાયા પછી એકરારપત્રની એક નકલ અધિકૃત કરી તથા છાપેલ સાહિત્યની એક નકલ ( વધારાની ત્રણ નકલ સાથે ) કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને દિવસ–૩માં મોકલી આપવાની રહેશે.

ઉક્ત જોગવાઈઓનો ભંગ કરનાર વ્યકિત લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ-૧૨૭(ક) મુજબ છ(૬) માસ સુધીની કેદ અથવા બે હજાર રૂપીયા સુધીના દંડની અથવા બંને શિક્ષાને પાત્ર થશે. આવા લખાણોમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને આગળ ધરીને અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારિત્રયખંડન જેવી કોઈ ગેર કાનુની બાબતોનો સમાવેશ કરી શકાશે નહી.મુદ્રકે પ્રકાશકના એકરારપત્રની નકલ પ્રમાણિત કરીને તથા છાપેલા દસ્તાવેજોની વિગત જોડાણ– ખમાં અલગ-અલગ રીતે દિવસ-૩માં જિલ્લા મેજીસ્ટ્રેટને રજુ કરવાની રહેશે. જિલ્લાના તમામ પ્રિન્ટીંગ પ્રેસ ધરાવનારાઓએ કે ફોટો કોપી કે લેઝર પ્રિન્ટીંગ કરનાર કે રોનીયો કોપી કરનાર કે કોમ્પ્યુટર પ્રિન્ટ કરનાર સંચાલકોએ તેમના નામ–સરનામાં અંગેની માહિતી દિવસ–ર માં સબંધિત મામલતદારશ્રીની કચેરીના સરનામે મોકલી આપવાની રહેશે. મતદારોના માર્ગદર્શન માટે છપાવવામાં આવતી ઓળખ કાપલીમાં કોઈ ચોકકસ ઉમેદવાર કે પક્ષનો પ્રચાર થાય તેવી કોઈ વિગત છપાવી શકાશે નહી એટલે કે ઓળખ કાપલીમાં પ્રકાશક, ઉમેદવાર કે પક્ષના નામ છપાવવાના રહેશે નહી. ઉપર મુજબની કાર્યવાહીનો ચુસ્તપણે અમલ કરવા સબંધકર્તાએ નોંધ લેવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ફરમાવ્યું છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.