ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ સુરૂચિ – નીતિનો ભંગ થતો હોય તેવા ભાષણ આપવા ઉપર પ્રતિબંધ - At This Time

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ સુરૂચિ – નીતિનો ભંગ થતો હોય તેવા ભાષણ આપવા ઉપર પ્રતિબંધ


બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – 2022 અંતર્ગત ચૂંટણી આચાર સંહિતાની જોગવાઈઓના અમલ માટે સમગ્ર બોટાદ જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામા દ્વારા સુરુચિ–નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી, નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેરખબરો અથવા બીજા પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી, તેનો ફેલાવો કરવાથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરુચિ– નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, ચાળા કરવાની અને ચિત્રો–નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાના કૃત્યો કરવા ઉપર તા. 17-11-2022 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- 135(1) મુજબ સજાને પાત્ર થશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.