સીવણકામ” માટે નિ:શુલ્ક તાલીમ મેળવવા માટે બહેનો અરજી કરે - At This Time

સીવણકામ” માટે નિ:શુલ્ક તાલીમ મેળવવા માટે બહેનો અરજી કરે


*“સીવણકામ” માટે નિ:શુલ્ક તાલીમ મેળવવા માટે બહેનો અરજી કરે*
******
સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાની ગ્રામીણ બેરોજગાર બહેનો માટે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, સાબરકાંઠા દ્વારા સીવણના નિ:શુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવનાર છે. આ તાલીમ મેળવવા ઈચ્છુક બેરોજગાર બહેનો ૨૫ મે ૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી https://barodarsetisabarkantha.org/ અરજી કરી શકે છે.

આ તાલીમનો સમયગાળો ૩૦ દિવસ સુધીનો રહેશે.તાલીમ દરમ્યાન સંસ્થા દ્વારા નિ:શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. પ્રશિક્ષિત અને અનુભવી સર્ટીફાઈડ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમાર્થીને NCVT/સરકાર માન્ય તાલીમનું પ્રમાણપત્ર આપવામાં આવશે.તાલીમ બાદ વ્યવસાય શરૂ કરવા અને બેંક ધિરાણ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ૧૮ થી ૪૫ વર્ષની મહિલાઓ અરજી કરી શકશે. ગ્રામીણ BPL ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. તાલીનો મેળવવાનો સમયગાળો ૯.૩૦ થી ૫.૩૦ નો રહેશે. વહેલા તે પહેલાનાં ધોરણે ઉમેદવારોને આ તાલીમ આપવામાં આવશે. વધુ માહિતી માટે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, GMSCL ગોડાઉનની પાછળ, રેલ્વે ફાટક પાસે , આઇટીઆઇની સામે, બાયપાસ રોડ, હાંસલપુર(વિરપુર), તા.હીમતનગર, જી. સાબરકાંઠાનો સંપર્ક કરવો. એમ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.