બાલાસિનોર પોલીસે એક વર્ષ દરમિયાન ઝડપાયેલો ૧૩ લાખ કરતા વધુ ના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું. - At This Time

બાલાસિનોર પોલીસે એક વર્ષ દરમિયાન ઝડપાયેલો ૧૩ લાખ કરતા વધુ ના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું.


બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન નો વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન પકડાયેલ ૯૫૭૯ વિદેશી દારૂની બોટલો અને બિયરો જેની કિમત રૂ.૧૧,૧૬,૬૧૭ તેમજ વિરપુર પોલીસ સ્ટેશન નો વર્ષ ૨૦૨૧-૨૦૨૨ નો પકડાયેલ ૨૦૧૩ વિદેશી દારૂની બોટલો અને બિયરો ની કિમત રૂ.૨,૪૫,૫૯૩ જે કુલ મળી ને ૧૧૫૯૨ બોટલો જેની કિમત રૂ.૧૩૬૨૨૧૦ નો નાશ કરાયો.

મહિસાગર:રાજ્યમાં દારૂનું વેચાણ કરવું અને સેવન કરવું તેના પર પ્રતિબંધ છે એમ છતાં દર વર્ષ ગુજરાતમાં કરોડોની કિંમતમાં દારૂના જથ્થા ઝડપાતા હોય છે. ત્યારે આજે મહિસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન અને વિરપુર તાલુકામાં એક વર્ષ દરમિયાન ઝડપાયેલો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
બાલાસિનોર- વિરપુર તાલુકામાં એક વર્ષ દરમિયાન
પકડાયેલા ૧૧૫૯૨ વિદેશી દારૂની બોટલો અને બિયર
મળી કુલ ૧૩ લાખથી વધુના વિદેશી દારૂ પર બુલડોઝર
ફેરવી દેવામાં આવ્યું હતું. બાલાસિનોર મુલ્તાનપુરા પાસે
નગરપાલિકા ડમ્પીંગ સાઇટ પર ખુલ્લી જગ્યામાં આજે
વિદેશી દારૂની બોટલો ખુલ્લી કરી ગોઠવવામાં આવી
હતી. જ્યાં અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી
વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
જેમાં બાલાસિનોર પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ, ડીવાયએસપી પી.એસ.વડવી, બાલાસિનોર- વિરપુર મામલતદાર, નશાબંધી અધિકારી, બાલાસિનોર પોલીસ સ્ટેશનના પીઆઇ,બાલાસિનોર પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ,વિરપુર પીએસઆઇ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

*રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર*
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.