રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પૂર્વે અજાણી મહીલાનુ ખુન થયેલ હોય જે મહીલાની ઓળખ મેળવી આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ - At This Time

રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પૂર્વે અજાણી મહીલાનુ ખુન થયેલ હોય જે મહીલાની ઓળખ મેળવી આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ


રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ સાહેબ, તથા અધિક પોલીસ કમીશ્નર શ્રી વિધી ચૌધરી સાહેબ, તથા નાયબ પોલીસ કમીશ્નર, (કાઇમ) શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર (કાઇમ) શ્રી બી.બી.બસીયા સાહેબ દ્વારા મિલ્કત સંબંધી તથા શરીર સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ, ખુન વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ સુચના આપેલ હોય તેમજ રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૮૨૪૦૦૦૩/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૦૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના કામે તા. ૦૬/૦૧/૨૦૨૪ ના કલાક ૧૪/૦૦ વાગ્યા પહેલા કોઇ પણ સમયે રાજકોટ - અમદાવાદ હાઇવે પર નવા એરપોર્ટની સામેના ભાગે રોડથી અંદરના ભાગે નવો કાચો રસ્તો બનતો હોય ત્યાં કોઇ અજાણ્યા આરોપીએ મરણજનાર એક અજાણી સ્ત્રી ઉ.વ. ૩૦ થી ૩૫ વર્ષનીજેણે શીરે ગુલાબી કલરનું જેકેટ તથા ગુલાબી સફેદ કલરની સાલ તથા સફેદ કલરની ફુલ ડીઝાઇન ની ચુંદડી તથા સફેદ કલરનું ટોપ તથા આકાશી કલરનું જીન્સ પેન્ટ પહેરેલ જેના ડાબા હાથની કલાઇ પાસે અંગ્રેજીમાં "rupesh" ત્રોફાવેલ તથા દિલ તથા સ્ટાર ત્રોફાવેલ જેને આ કામના આરોપીએ શરીરે તીક્ષ્ણ હથિયાર વડે શરીર પર અલગ અલગ જગ્યાએ નાનામોટા ઘા મારી ગંભીર પ્રકારની જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવી મહે. પોલીસ કમિશ્નર સાહેબ શ્રી રાજકોટ શહેરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જેથી આ કામે મરણજનારની ઓળખ મેળવી આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સૂચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર શ્રી વાય.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એન.ડી.ડામોર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એમ.જે.હણ તથા પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એન.ડી.ડામોર તથા પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ચુડાસમા તથા યુવરાજસિંહ ઝાલા નાઓને મળેલ હકીકત આધારે મરણજનારની ઓળખ મેળવતા મરણજનારનું નામ ભાવનાબેન વા.ઓ. રૂપેશભાઈ નિમાવત રહે, શાસ્ત્રીનગર શેરી નં. ૮, રામાપીર ચોકડી પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ વાળા હોવાનુ જણાય આવેલ જે મરણજનાર ભાવનાબેન નિમાવતનુ મોત નિપજાવનાર આરોપીઓની તપાસ કરી આરોપીઓને રૈયાધાર મફતીયાપરા રાજકોટ ખાતેથી પકડી આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.આ કામે ભોગબનનાર ભાવનાબેન નિમાવતને આ કામના આરોપી નરેશ રમેશભાઈ પરમાર સાથે છેલ્લા એકાદ વર્ષથી પ્રેમ સબંધ હોય નરેશ પરમારને લગ્ન કરવા સારુ અવાર નવાર દબાણ કરી ઝઘડો કરતી હોય તેને જાનથી મારી નાખવાનું નકકી કરી બનાવના બે દિવસ પહેલા તા. ૦૪/૦૧/૨૦૨૪ ના રોજ આરોપી નરેશ પરમાર તથા તેનો મીત્ર જયેશ રાઠોડ બન્ને ચોટીલા ખાતે મોટર સાયકલ લઇને દર્શન કરવા ગયેલ તે વખતે ત્યાંથી ભાવના નિમાવતને મારી નાખવા માટે ર નંગ છરીની ખરીદી કરીને કઇ જગ્યાએ ભાવના નિમાવતને લાવીને મારી નાખવી છે તે જગ્યા નકકી કરવા રસ્તામાં રાજકોટ અમદાવાદ હાઇવે પર રાજકોટ થી અમદાવાદ તરફ જતા માલધારી હોટલ એન્ડ રેસ્ટોરન્ટ પછી ડાબા હાથે કાચો બનાવેલ રસ્તો આવેલ હતો તે અંતરીયાળ જગ્યામાં મારવાની જગ્યા પસંદ કરી પરત ઘરે આવી ગયેલા. બાદ તા. ૦૫/૦૧/૨૦૨૪ ના રાત્રીના આ નરેશ રમેશભાઇ પરમારના ઘરે રાજકોટ રૈયાધાર મફતીયાપરા ખાતે નરેશ તથા તેના પિતા રમેશ પરમાર તથા તેની માતા ભાનુબેન તથા નરેશના મીત્ર જયેશ રાઠોડ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર એમ બધા ભેગા થઇ અને પ્લાન બનાવેલ બાદ આ કામે આરોપી નરેશ પરમાર આ કામે મરણજનાર ભાવના નિમાવતને ચોટીલા ખાતે ફરવા લઇ જવાનો અને ત્યાં ફુલહાર કરીને સાથે રહેવાની વાત કરીને લાલચ આપી સાથે લઇ ગયેલ બાદ પ્લાન મુજબ અલગ અલગ બે મોટર સાયકલમાં બેસીને નરેશ પરમાર તથા તેના પિતા રમેશ પરમાર તથા જયેશ રાઠોડ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર એમ ચારેય સાથે મળીને બનાવના દિવસે અગાઉથી નકકી કર્યા મુજબ નરેશ પરમારના ઘરેથી નીકળેલ અને મરણજનાર ભાવના નિમાવતને બેટી ગામ થી બેસાડી અને રાજકોટ : અમદાવાદ હાઇવે પર નવા એરપોર્ટની સામેના ભાગે માલધારી હોટલથી આગળ ડાબી બાજુ રોડથી અંદરના ભાગે નવો કાચો રસ્તો બનતો હોય ત્યાં લઇ ગયેલ જ્યાં આ કામે આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે મળી આ કામે મરણજનારને શરીરે છરીના ઘા મારી મોત નિપજાવેલ છે.
પકડાયેલ ખારોપીન નામક
- (૧) નરેશ રમેશભાઇ પરમાર ઉ.વ. ૨૪ રહે. હાલ ગોંડલ જી. રાજકોટ મુળ રહે. રૈયાધાર મફતીયાપરા, રાજકોટ
- (૨) રમેશભાઈ રાજાભાઈ પરમાર ઉ.વ. ૪૭ રહે. રૈયાધાર મફતીયાપરા, રાજકોટ
- (૩) ભાનુબેન વા ઓ રમેશભાઈ રાજાભાઇ પરમાર ઉ.વ. ૪૪ રહે. રૈયાધાર મફતીયાપરા રાજકોટ
- (૪) જયેશ વેલજીભાઇ રાઠોડ ઉ.વ. ૧૯ રહે. હાલ ગોંડલ, જી. રાજકોટ મુળ રહે. ગામ ઇણાજ તા. વૈરાવળ જી. ગીર સોમનાથ
- (૫) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર
આરોપી પકડવા પર બાકી ગુન્યની વિગત -
- રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૧૨૦૮૦૫૮૨૪૦૦૦૩/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૦૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી:-સમર્થ
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય.બી.જાડેજા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર
શ્રી એન.ડી.ડામોર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી એમ.જે.હુણ તથા એ.એસ.આઇ. ફીરોઝભાઇ શેખ, ઘનશ્યામભાઇ મેણીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર તથા યુવરાજસિંહ ઝાલા તથા કિરીટસિંહ ઝાલા તથા સંજયભાઈ રૂપાપરા તથા શૈલેષગીરી ગૌસાઇ તથા ગીરીરાજસિંહ જાડેજા તથા પ્રદિપસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, મહાવીરસિંહ ચુડાસમા, ક્રિપાલસિંહ ગોહિલ,
નગીનભાઇ ડાંગર, પ્રદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ રાણા તથા મહીલા પોલીસ કોન્સ્ટેબલ ત્રીપદાબેન ભટ,દિપલબેન ચૌહાણ ધ્વારા કામગીરી કરવામાં આવેલ છે.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.