લુણાવાડામાં ત્રણ અજાણ્યા ઇસમોનો દિન દહાડે છોકરા ઉઠાવી જવાનો પ્રયાસ. - At This Time

લુણાવાડામાં ત્રણ અજાણ્યા ઇસમોનો દિન દહાડે છોકરા ઉઠાવી જવાનો પ્રયાસ.


મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં આવેલ અલીક સોસાયટી વિસ્તાર માં દિન દહાડે નાના છોકરાને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે. આવી છે અલિંક સોસાયટી માં રહેતા અકવાન હનન પટેલ નો નાનો દીકરો ઉંમર 11 વર્ષ હનન પટેલ આજ રોજ 30 ઓક્ટોમ્બર ના રોજ વ્હેલી સવારે પોતાના ઘરેથી મદ્રસામાં પઢવા માટે જતો હોઈ તે દરમિયાન ઘરના થોડાક આગળ એક કાર ઉભી હતી. કાર પાસે ત્રણ ઇસમો ઉભા હતા અને છોકરાને પાસે આવવાનો ઇસારો કરતાં બાળક તેમને કઇક મદદ ની જરૂર હશે તેમ સમજી તેમની પાસે જાય છે. તે સમયે અજાણ્યા ઇસમો બાળકને ગાડીમાં જબરજસ્તીથી બેસાડીને લઈ જાય છે થોડાક આગળ જતાં બાળક હિંમત રાખી ચાલુ ગાડીમાં કુદી ગયો હતો. અને આબાદ બચાવ થયો હતો. આ બનાવ ને સ્થાનિક રહીશો દ્વારા તપસ હાથ હાથ ધરી હતી. પરંતુ અજાણ્યા ઇસમો કાર લઈ ફરાર થઈ ગયા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.