રંઘોળા ચોકડી પાસેથી ઘરફોડ ચોરી કરતી ઘાંટવડ ગેંગના પાંચ સભ્યો ઝડપાયા - At This Time

રંઘોળા ચોકડી પાસેથી ઘરફોડ ચોરી કરતી ઘાંટવડ ગેંગના પાંચ સભ્યો ઝડપાયા


ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવતા એલ.સી.બી.ટીમને બાતમી રાહે હકિક્ત મળેલ કે પાંચ ઇસમો ભાવનગર રાજકોટ હાઇ-વે રોડ ઉપર રંધોળા ચોકડી ખાતે રોડના નાકે ઉભા છે અને તેઓ પાસે સોના-ચાંદીનાં દાગીનાં તથા રોકડ રકમ છે જે તેઓએ કયાંથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા રણજીતભાઇ અંબુભાઇ રાઠોડ (ઉ.વ.૭૦ રહે.ઘાંટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ) ધમાભાઇ ઉર્ફે ગોરધનભાઇ સોનીયાભાઇ ચૌહાણ (ઉ.વ.૫૦ રહે.ઘાંટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ)દિપકભાઇ સોનીયાભાઇ ચૌહાણ (ઉ.વ.૩૫, રહે.ઘાંટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ)ભગતભાઇ ભરતભાઇ ચૌહાણ (ઉ.વ.૨૨,રહે.ખોડીયાર માતાના મંદીરની પાસે,ઘાંટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ) અને રાહુલભાઈ ઉર્ફે રોહન બહાદુરભાઇ ઉર્ફે બદરૂભાઇ રાઠોડ (ઉ.વ.૨૨,રહે.ઘાંટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ) શંકાસ્પદ વસ્તુઓ સાથે હાજર મળી આવ્યા હતા જે વસ્તુઓ રાખવા અંગે તેઓની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય જેથી આ તમામ વસ્તુઓ તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવી હતી એલસીબી ટીમે તપાસ કરતા આ તમામ માણસો પાસેથી મળી આવેલ ચીજવસ્તુઓ બાબતે પુછપરછ કરતાં જણાવેલ કે તેઓ પાંચેય તથા અન્ય બે આતિષ ઉર્ફે વિશાલ બદરૂભાઇ રાઠોડ (રહે.ઘાંટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ)અને હિતેષભાઇ દિલીપભાઇ ચૌહાણ (રહે.ઘાંટવડ તા.કોડીનાર જી.ગીર સોમનાથ) મળીને દોઢ-બે વર્ષ પહેલા પાલીતાણા તાલુકાના સાંજણાસર ગામે એક-દોઢ મહિના પહેલાં તળાજા તાલુકાના નવી કામરોલ ગામે સાતેક દિવસ પહેલાં ઉમરાળા તાલુકાના પરવાળા ગામે તથા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ગામે આઠ-નવ દિવસ પહેલાં દિવસના સમયે ઘરફોડ ચોરીઓ કરી હતી જેમાં પોલીસે રોકડા રૂ.૩,૫૦૦,સોનાના વેઢલા જોડી કિ.રૂ.૧૧,૦૦૦,સોનાનુ નાનુ ઓમકાર ઘાટનુ પેન્ડલ કિ.રૂ.૧,૬૦૦,ચાંદીના વેઢલા નંગ-૦૬ કિ.રૂ.૨,૦૦૦,ચાંદીનો કંદોરો કિ.રૂ.૮,૫૬૦,સોનાની બુટી-૦૧ ટીપકીવાળી કિ.રૂ.૮,૨૦૦,સોનાની નાની કડી નંગ-૦૫ કિ.રૂ.૫,૦૦૦,ચાંદીની હાથમા પહેરવાની પોચી નંગ-૦૧ કિ.રૂ.૧,૪૦૦,ચાંદીના છડા જોડી નંગ-૦૨ કિ.રૂ.૨,૧૦૦,ચાંદીની ગળામા પહેરવાની મોતીની માળા-૦૧ કિ.રૂ.૨,૧૦૦,ચાંદીનો કમરજુડો-૦૧ કિ.રૂ.૨,૩૦૦,ચાંદીની લક્કી નંગ-૦૧ કિ.રૂ.૧,૩૦૦,સોનાની કાનમા પહેરવાની મીણાવાળી બુટી જોડ નંગ-૦૧ કિ.રૂ.૭,૮૦૦,પગમા પહેરવાના ચાંદીના જાડા છડા જોડ-૦૧ કિ.રૂ.૨,૭૦૦,પગમા પહેરવાના ચાંદીના ગુઠીયા નંગ-૦૨ કિ.રૂ.૩૫૦ મળી કુલ રૂ.૬૦,૯૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો જે અંગે ઝડપાયેલા પાંચ અને બે ફરાર સહિત સાત શખ્સો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.