( ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલના નેતૃત્વમાં ) " ડભોઇ નગરમાં ફેરણી કરી કોંગ્રેસની સંકલ્પ પત્રિકાનું વિતરણ કરી સંકલ્પ દિવસની ઉજવણી" - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/va6lsiqqbldiblju/" left="-10"]

( ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલના નેતૃત્વમાં ) ” ડભોઇ નગરમાં ફેરણી કરી કોંગ્રેસની સંકલ્પ પત્રિકાનું વિતરણ કરી સંકલ્પ દિવસની ઉજવણી”


રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ

ડભોઇના માજી ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માજી પ્રમુખ તેમજ પ્રદેશ ન દિગ્ગજ નેતા સિધ્ધાર્થ પટેલના નેતૃત્વમાં ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ કોંગ્રેસે બહાર પાડેલ આઠ મુખ્ય વચનો સાથેની સંકલ્પ પત્રિકાનું વિતરણ સમગ્ર ડભોઈ નગરમાં ફેરણી સ્વરૂપે ફરી કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.
આજરોજ ડભોઇ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે માજી ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર પરિષદ યોજી તાજેતરમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આઠ વચનોની સંકલ્પ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અઆ પ્રસંગે સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, હાલની સરકાર સમાજના મોટા વર્ગની ઉપેક્ષા કરી રહી છે. સમગ્ર રાજ્યમાં મોંઘવારી વધતી જાય છે, બેરોજગારીનો દર વધુને વધુ વધતો જાય છે, દરરોજ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ડ્રગ્સ પકડાઈ રહયું છે, યુવાધનને વ્યસનોના રવાડે ચઢાવાઈ રહયું છે, પેટ્રોલ - ડીઝલની કિંમતો અને વીજળીના દર સતત વધતા જાય છે, જેના પરિણામે સમગ્ર રાજ્યમાં અરાજકતા જોવા મળી રહી છે.
અને ખાસ કરીને મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, યુવાનો, ખેડૂતો અને નોકરીયાત વર્ગ સહિત બધા નાગરિકો આ બધા પ્રશ્નોથી ત્રસ્ત છે. સમાજના આ મોટા વર્ગને રાહત થાય તેવા પ્રયત્નો હંમેશા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહયાં છે. આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે પ્રદેશ કોંગ્રેસે મુખ્ય આઠ વચનો સાથે સંકલ્પ પત્રિકા જાહેર કરી છે અને ૨૪ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન રાજયભરમાં સંકલન પત્રિકાનું વિતરણ કરવામાં આવનાર છે. જો રાજ્યમાં બહુમતીથી કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોના દેવાના નાબૂદ કરવામાં આવશે, પ્રત્યેક વ્યક્તિને દસ લાખની મફત સારવાર અને તમામ દવાઓ વિનામૂલ્ય આપવામાં આવશે, ખેડૂતોના ત્રણ લાખ સુધીના દેવા માફ કરવામાં આવશે, વીજબિલમાં રાહત આપવામાં આવશે, ઘર વપરાશની વીજળી મફત આપવામાં આવશે, ગુજરાતમાં દસ લાખ યુવાનોની સરકારી નોકરીઓમાં ભરતી કરવામાં આવશે, સરકારી નોકરીમાં હાલમાં ચાલતી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવશે, બેરોજગારોને રૂપિયા ૩,૦૦૦ નું માસિક બેરોજગારી ભથ્થું આપવામાં આવશે, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે, દૂધ ઉત્પાદકોને પાંચ રૂપિયાની પ્રતિ લીટર દીઠ સબસીડી આપવામાં આવશે, તેમજ ૫૦૦ રૂપિયામાં ઘરેલુ ગેસ સિલિન્ડર આપવામાં આવશે, ગુજરાતમાં ૩,૦૦૦ જેટલી અંગ્રેજી માધ્યમની સ્કૂલો ખોલવામાં આવશે, દીકરીઓ માટે કે.જી. થી પી.જી. સુધીનું શિક્ષણ મફત કરવામાં આવશે, કોરોનામાં મૃત્યુ પામેલ પ્રત્યેક વ્યક્તિના પરિવારને ચાર લાખનું વળતર આપવામાં આવશે, આધુનિક સુવિધાઓથી સજ્જ અદ્યતન હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવશે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડકમાં કડક કાયદાની અમલવારી થશે, તેમજ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ગુણેગારોને જેલ ભેગા કરવામાં આવશે, આમ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા આ વચનો સાથેની સંકલ્પ પત્રિકાનું ડભોઇ નગરના વિવિધ વિસ્તારોમાં ફેરણી સ્વરૂપે ફરી, ઘર દીઠ આ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સિદ્ધાર્થભાઈ દ્રારા સમગ્ર નગરમાં ફરી લોકોને કોંગ્રેસને મત આપવા માટે કહેવામાં આવ્યું હતું. આ રીતે ડભોઈ નગરમાં કોંગ્રેસનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સિદ્ધાર્થભાઈ પટેલની સાથે ડભોઇ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સતીશ રાવલ ( વકીલ ), તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, ડભોઇ તાલુકા પંચાયતના વિપક્ષના આગેવાન પ્રહલાદભાઈ પટેલ, ડભોઇ નગરપાલિકા વિપક્ષના આગેવાનો સુભાષભાઈ ભોજવાણી અને યોગેશ ઠાકોર, ડભોઇ તાલુકા યુવા કોંગી અગ્રણી સુધીરભાઈ બારોટ, સંનિષ્ઠ કોંગી કાર્યકર - આગેવાન ગોપાલભાઈ શાહ ( જીનવાલા) સહિતના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]