ગુજરાતના તમામ હોમગાર્ડ,તથા જી. આર. ડી.જવાનોના માનદવેતનમાં યોગ્ય પગાર વધારો કરવા ટિમ ગબ્બરની માંગ

ગુજરાતના તમામ હોમગાર્ડ,તથા જી. આર. ડી.જવાનોના માનદવેતનમાં યોગ્ય પગાર વધારો કરવા ટિમ ગબ્બરની માંગ


ગુજરાતના તમામ હોમગાર્ડ,તથા જી. આર. ડી.જવાનોના માનદવેતનમાં યોગ્ય પગાર વધારો કરવ વિસાવદર દ્વારા મુખ્યમંત્રી, શ્રમ અને રોજગ
મામલતદાર તમામ જિલ્લા સહિતનાને રજુઆત કરી જણાવેલ છે કે, હોમગાર્ડ તથા જી.આર.ડી.(ગ્રામ રક્ષક દળ)ના કર્મચારીઓએ રાજ્યમાં કોરોના જેવી ગંભીર સમસ્યા વખતે મોતની કે પરિવારની પરવાહ કર્યા વગર એકપણ દિવસ રજા ન લેનારા ઉપરોક્ત કર્મચારીઓને ફરજના પ્રમાણમાં યોગ્ય વળતર કે પગાર ચુકવવામાં આવતો નથી અનેકવાર રજુઆત કરવા છતાં આવા કર્મચારીઓનો અવાજ દબાવી દેવામાં આવે છે ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકારે અનેક કર્મચારીઓને તેઓની કામગીરી ધ્યાને લઈ યોગ્ય પગાર વધારો આપ્યો છે જે સરાહનીય પગલું ભર્યું છે તેનો ટીમ ગબ્બર આભાર માને છે. તાજેતરમાં આવા લાખો કર્મચારીઓની વહીવટી વ્યવસ્થામાં અન્ય કર્મચારીઓની જેમ મહત્વની ભૂમિકા રહેલી છે.સરકારશ્રીનો આ વિભાગના કર્મચારીઓ સાથે જ શા માટે અન્યાય થાય છે અને હોમગાર્ડ કે જી.આર.ડી.કર્મચારીઓને મોંઘવારી નડતી નથી.?આટલા વેતનમાં કર્મચારીઓ કઈ રીતે જીવી શકે કે પરિવારનું ગુજરાન ચલાવે તે મોટો પ્રશ્ન છે.આજ હોદ્દા પર અન્ય રાજ્યોમાં વધુ વેતન મળે છે દરેક રાજ્ય માટે વેતન ચૂકવવા અંગે કાયદા અલગ રાખવામાં આવેલ છે..શુ આ કર્મચારીઓને સરકારશ્રીના ટેક્ષમાંથી મુક્તિ આપવામાં આવે છે.૭ કલાક ફરજ બજાવતા અન્ય કર્મચારીઓને 50 હજાર કરતા પણ વધારે વેતન ચૂકવાય છે તો હોમગાર્ડ અને GRD જવાનોને ઓછું માનદ વેતન મળે છે.છેલ્લા ઘણા વર્ષથી નજીવા વેતનમાં કામ કરતા રાજ્યના હજારો આવા કર્મચારીઓ સાથે આ મુદ્દે શા માટે અન્યાય અને તેમાં પણ છેલ્લા ઘણા વર્ષથી એક રૂ.નો વેતન વધારો રાજ્ય સરકાર દ્વારા નથી આપવામાં આવ્યો ત્યારે અન્ય કર્મચારીના પગારમાં વધારો થયો છે જેથી ઉપર મુજબના તમામ મુદા ધ્યાને લઇ રાજ્યના હજારો આવા કર્મચારીઓ ગુજરાતના નાગરિક હોય ગુજરાતના મતદાર હોય અને અન્ય રાજ્યોમાં માનદ વેતન ધારકોને ચૂકવાય છે તે પ્રમાણે માનદ વેતનમાં વધારો કરવામાં આવે તેવી ટીમ ગબ્બરની રજુવાત છે જે રજુવાત યોગ્ય અધિકારી અને વિભાગને પહોંચાડી અને કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બરના સરનામે મોકલી આપવા માટે અરજ સહ વિનંતી કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »