ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ સુરત દ્વારા પ્રકાશિત 'મહાત્માનો મારગ 'પુસ્તકનો વિમોચન વિધિ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/v4srwkfjaltkzltq/" left="-10"]

ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ સુરત દ્વારા પ્રકાશિત ‘મહાત્માનો મારગ ‘પુસ્તકનો વિમોચન વિધિ


ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ સુરત દ્વારા પ્રકાશિત 'મહાત્માનો મારગ 'પુસ્તકનો વિમોચન વિધિ

સુરત ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ સુરત દ્વારા પ્રકાશિત 'મહાત્માનો મારગ 'પુસ્તકનો વિમોચન વિધિ મહારાજા કૃષ્ણકુમારસિંહજી સ્કૂલ - ક્રમાંક ૩૩૪ માં યોજાઈ ગયો. યાદ રહે કે 'મહાત્માનો મારગ 'પુસ્તકના લેખકો ડોક્ટર બળવંત તેજાણી તથા રાઘવજી ડાભી લોકભારતી સણોસરા ના વિદ્યાર્થી રહ્યા છે.જે અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.સૌ પ્રથમ યજમાન શાળાના આચાર્ય ચેતન હિરપરાએ સૌને આવકાર્યા.ધબકાર દૈનિક પત્રના તંત્રી શ્રી નરેશભાઈ વરીયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે દુનિયામાં સૌથી વધારે કોઈ એક વ્યક્તિ વિશે લખાયું હોય તો તે ગાંધીજી છે.લગભગ એક લાખ કરતા વધુ પુસ્તકો ગાંધીજી પર લખાયા છે.ડોક્ટર સુરેશ અવૈયા એ ગાંધીજીના પ્રસંગોને રજુ કરી ગાંધીમય વાતાવરણ ઊભું કર્યું હતું.પુસ્તકના લેખક રાઘવજી ડાભી એ પુસ્તકમાં ગાંધીને કઈ રીતે રજૂ કર્યા છે તેની સંક્ષિપ્તમાં વાત કરી હતી.બુક બામના ડોક્ટર વિજય પટેલે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમના અધ્યક્ષ પરિમલ દેસાઈએ મનની પ્રવચન આપ્યું.ગાંધી સમગ્ર દુનિયામાં કઈ રીતે છવાયેલા હતા તે ઉદાહરણ સાથે સમજાવ્યું.આ પુસ્તક વિદ્યાર્થીઓના હાથમાં પહોંચે તેવું કરવા જણાવ્યું હતું.એ માટે આર્થિક સહયોગ પણ મૈત્રી ટ્રસ્ટ કરશે તેવું જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં કેળવણી નિરીક્ષક શ્રી કિશોર વાઘાણી , આચાર્ય શ્રી અલ્પેશ પીપળીયા , પ્રજ્ઞાબેન તથા રમાબેન પદમાણી ઉપસ્થિત રહ્યાં હતાં.સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ આંબલીયા એ કર્યું હતું.ઉત્કર્ષના પ્રમુખશ્રી મુકેશભાઈ ધામેલીયા તથા શ્રી કિશોરભાઈ પરમારે સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું હતું.કાર્યક્રમના અંતે આભાર વિધિ ઉત્કર્ષના ટ્રસ્ટી જીતુ મકવાણા એ કરી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]