બોટાદમાં કચરો એકત્ર કરતા વાહનો થકી અચૂક મતદાન કરવા નાગરિકોને અપીલ કરાઈ - At This Time

બોટાદમાં કચરો એકત્ર કરતા વાહનો થકી અચૂક મતદાન કરવા નાગરિકોને અપીલ કરાઈ


બોટાદમાં કચરો એકત્ર કરતા વાહનો થકી અચૂક મતદાન કરવા નાગરિકોને અપીલ કરાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જે અંતર્ગત મહત્તમ મતદાન થાય તે માટે બોટાદમાં કચરો એકત્ર કરતા વાહનો થકી અચૂક મતદાન કરવા નાગરિકોને અપીલ કરાઈ હતી.બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક વિવિધ કાર્યક્રમો થકી મતદાનના મહત્વ વિશે નાગરિકોને સમજ આપવામાં આવી રહી છે,તથા અચૂક મતદાન માટે સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યા છે.ત્યારે કચરો એકત્ર કરતા વાહનો થકી મતદાન જાગૃતિનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.