જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વારા દ્વિદિવસીય વર્કશોપ સાથે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uzj6kpjziwaryrp5/" left="-10"]

જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વારા દ્વિદિવસીય વર્કશોપ સાથે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.


જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વારા
દ્વિદિવસીય વર્કશોપ સાથે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.

ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ & ટેકનોલોજી,ગુજરાત સરકારના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ & ટેકનોલોજી,ગાંધીનગરના સહયોગથી શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ (ગુરુકુળ) સંચાલિત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વારા દ્વિદિવસીય વર્કશોપ સાથે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં સાહેબ શ્રી દીપકભાઈ સતાણી (ડેપ્યુટી કલેકટર,સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ) , સાહેબ શ્રી શિવમભાઈ પ્રજાપતિ (નાયબ હિસાબનીશ), સાહેબ શ્રી મુકેશભાઈ કાનેટીયા (કેમ્પસ ડાયરેક્ટર), સાહેબ શ્રી અશ્વિનભાઈ મેઘાણી (સ્વામિનારાયણ બી.એડ.કોલેજ આચાર્ય), સાહેબ શ્રી દશરથભાઈ વાઘેલા (લાઈબ્રેરીયન) ઉપસ્થિત રહ્યા હતા.

જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,બોટાદના કો.ઓર્ડીનેટર નિકુંજભાઈ પંડિતના જણાવ્યા અનુસાર બોટાદ જીલ્લાના વિદ્યાર્થીઓ માટે દ્વિદિવસીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રથમ સેશનમાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર,ભાવનગર ના કો.ઓર્ડીનેટર દ્વારા રોકેટ મોડલ વર્કશોપ દ્વારા રોકેટ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ સાયન્સ ફિલ્મ શો,આકાશ દર્શન કાર્યક્રમ તથા બીજા દિવસે લોક વિજ્ઞાન કેન્દ્ર,જુનાગઢ ના નીષ્ણાત ગોવિંદભાઈ ભૂતિયા દ્વારા અંધશ્રદ્ધા નિવારણ વર્કશોપ યોજવામાં આવ્યો હતો તથા લોક વિજ્ઞાન કેન્દ્ર,બોટાદ પ્રો.ઇન્ચાર્જ કાળુભાઈ ભોંહ રિયા દ્વારા સાયન્સ ક્વિઝ યોજવામાં આવી હતી અને કાર્યક્રમ ના અંતે આમંત્રિત મહેમાનો દ્વારા જીલ્લા,રાજ્ય તથા નેશનલ કક્ષા ના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમમાં ૩૦૦ કરતા પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Report By Nikunj Chauhan
8488966828


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]