હોળીના તહેવારના ગણતરીના દિવસ બાકી છે ત્યારે ધંધુકા માં બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો. - At This Time

હોળીના તહેવારના ગણતરીના દિવસ બાકી છે ત્યારે ધંધુકા માં બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો.


હોળીના તહેવારના ગણતરીના દિવસ બાકી છે ત્યારે અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો.

હોળીના તહેવારના ગણતરીના દિવસ બાકી છે ત્યારે ધંધુકાના બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો.

હોળી એટલે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના આદિવાસી સમાજમાં મહત્વનો તહેવાર ગણાય છે. આ તહેવાર આવતાની સાથે જ જિલ્લાના વતની હોય તેવા લોકો પોતાના કામ ધંધા છોડીને પોતાને માદરે વતન પરત પાછા ફરતા હોય છે.

હોળીના તહેવારમાં લોકોનો બજાર માં ખરીદીનો માહોલ પણ ખૂબ જામતો જોવા મળે છે. પરંતુ હાલમાં મોઘવા૨ી એ પણ માજા મૂકી ત્યારે બજારોમાં હોળીની ખરીદીનો માહોલ મંદ. જોવા માળી રહ્યો છે.
વેપારીઓ માટે પોતાના ધંધા-રોજગાર કરવાનો સમય પણ આ જ હોય છે. પરંતુ લોકોમાં ખરીદીનું પ્રમાણ ઘટી રહ્યું છે અને ખરીદીનું ગ્રહણ લાગી હોય તેવો માહોલ આ વર્ષે તહેવારોની ઉજવણીમાં જોવા મળે છે.

હોળી એટલે ‘રંગો‘નો તહેવાર કહેવાય છે. હોળીના તહેવારને ‘વસંતોત્સવ‘ પણ કહેવાય છે.

ઢોલ, નગારા અને શરણાઇ સાથે વિવિધ સ્થળોએ મેળાની રમઝટ સાથે ગામડાંની પ્રજા હોળીના રંગો ખેલવા નીકળી પડે છે અને આનંદ અને ઉત્સવ મનાવે છે.
આ દિવસોમાં લોકો જાણે ચણા,ખજૂર, સાકર હાર અને ગોળની ખરીદી કરે છે. બજારમાંથી મળતી આવી તમામ વસ્તુઓ ખાવાનો આનંદ પણ મેળવે છે. આ વસ્તુઓ પોતાના આડોશ-પાડોશ સગા સંબંધીઓમાં પણ લહાણી કરવાનો અનેરો અવસર હોય છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon