રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં 189 વિદ્યા સહાયકોની જગ્યા ભરી દેવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uyul4t2whvkbvp78/" left="-10"]

રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં 189 વિદ્યા સહાયકોની જગ્યા ભરી દેવામાં આવી


ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં રજૂઆત કર્યા બાદ આજે રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકામાં 189 વિદ્યા સહાયકોને હાજર કરવામાં આવ્યા

રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં આવેલી વિવિધ પ્રાથમિક શાળાઓમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ઘટ હતી આ બાબતે સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ચાલુ વિધાનસભા સત્ર દરમિયાન શિક્ષણમાં કેટલા શિક્ષકો ઘટે છે તે બાબતની રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને વિધાનસભામાં એવો જવાબ આપવામાં આવ્યો હતો કે રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં જે વિદ્યા સહાયકો ઘટે છે તેની ભરતી ટૂંક જ સમયમાં કરી દેવામાં આવશે અને આ જગ્યાઓ ભરી દેવામાં આવશે

જેના અનુસંધાને આજરોજ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા નવી નિમણૂક પામેલા 189 વિદ્યા સહાયક કોને આજે વિવિધ પ્રાથમિક શાળાઓમાં હાજર કરવામાં આવ્યા હતા જેમાં રાજુલામાં 76 જાફરાબાદમાં 64 અને ખાંભામાં 49 વિદ્યા સહાયક કોને જે તે પ્રાથમિક શાળાઓમાં હાજર કરવાના હુકમો થતા વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી જવાબ પામી હતી અને ગ્રામ્ય જનોઈ તેમજ શહેરીજનો એ ધારાસભ્ય નો આભાર માન્યો હતો

રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]