ભાજપના રાષ્ટ્રીય મહાસચિવે રાજકોટમાં વજુભાઈના ઘરે બેઠક કરી, સિનિયર નેતાને સૌરાષ્ટ્રમાં ચૂંટણીનું સંપૂર્ણ સુકાન સોંપાય તેવી ચર્ચા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uvrfa9kzq8fcl5nb/" left="-10"]

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવે રાજકોટમાં વજુભાઈના ઘરે બેઠક કરી, સિનિયર નેતાને સૌરાષ્ટ્રમાં ચૂંટણીનું સંપૂર્ણ સુકાન સોંપાય તેવી ચર્ચા


વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ વિવિધ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાતમાં શાસક પક્ષ ભાજપ હવે જૂના જોગીઓને મેદાને ઉતારવા માગતો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. ગઇકાલે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. શહેરની રાણીંગાવાડીમાં ભાજપના આગેવાનો સાથે બેઠક કરી હતી. બાદમાં ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં વજુભાઈ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ વજુભાઈને ચૂંટણીનું સંપૂર્ણ સુકાન સોંપાય તેવી ચર્ચા ઉઠી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]