દહેગામ ના ચેખલાપગી ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/usmna6jr5s9i3bzn/" left="-10"]

દહેગામ ના ચેખલાપગી ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો


દહેગામ તાલુકા ના ચેખલાપગી ગામમાં પ્રાથમિક શાળા માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો જેમાં મુખ્યત્વે પાંચ વર્ષ પછીના બાળકો ને ધોરણ 1 માં પ્રવેશ કરતા બાળકો ને ચાંદલો અને મો મીઠુ કરી તેમનું સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમ માં આ વર્ષે કુલ 40 બાળકો એ પહેલા ધોરણ માં પ્રવેશ મેળવ્યો હતો. આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન શ્રી અધિક મુખ્ય સચિવ મહેસુલ વિભાગ ના કમલ દયાની સાહેબ અને શ્રી ડૉક્ટર વિઠ્ઠલભાઈ પટેલ સાહેબ જિલ્લા નાયબ નિયામક શ્રી, સર્વ ગ્રામજનો અને ચેખલાપગી પ્રાથમિક સ્કૂલ ના આચાર્ય શ્રી જીગ્નેશભાઈ પટેલ અને સ્કૂલ સ્ટાફ શિક્ષક ઘન હાજર રહ્યા હતા.ધોરણ 1 થી 8 સુધીમાં પરીક્ષા માં 1થી 3 માં નંબર લાવનાર વિધાર્થીઓ ને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. એટ ધીસ ટાઈમ દહેગામ ન્યૂઝ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ મો :6352006405


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]