UP: SP નેતાની કન્સ્ટ્રક્શન કંપની સહિત અનેક સ્થળોએ ITના દરોડા - At This Time

UP: SP નેતાની કન્સ્ટ્રક્શન કંપની સહિત અનેક સ્થળોએ ITના દરોડા


લખનૌ, તા. 03 ઓગષ્ટ 2022, બુધવારઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતાઓ પર તપાસ એજન્સીઓ દ્વારા શકંજો કસવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશની મોટી કન્સ્ટ્રક્શન કંપની ઘનારામ કન્સ્ટ્રક્શનના સ્થળો પર બુધવારે સવારે ઈન્કમ ટેક્ષે દરોડા પાડ્યા છે. ઝાંસી, લખનૌ સહિત અનેક સ્થળો પર ઈન્કમ ટેક્ષની ટીમ પહોંચી છે અને દસ્તાવેજ શોધી રહી છે. ઘનારામ કન્સ્ટ્રક્શન સમાજવાદી પાર્ટીના નેતા શ્યામ સુંદર યાદવ અને તેમના ભાઈ બિસન સિંહની છે. ઝાંસીમાં ઘનારામ કન્સ્ટ્રક્શનની કોર્પોરેટ ઓફિસ છે. ઝાંસીની સિવિલ લાઈન સ્થિત ઓફિસ અને આવાસ પર ઈન્કમ ટેક્ષની રેડ ચાલું છે. આ અગાઉ સપાના પૂર્વ ધારાસભ્ય દીપ નારાયણ યાદવ વિજિલન્સની તપાસ બાદ હવે શ્યામ સુંદર પર શકંજો કસવામાં આવ્યો છે. આ ઉપરાંત IT ટીમની લખનૌ, કાનપુર અને ઝાંસીમાં પણ દરોડાની કાર્યવાહી ચાલું છે. રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિજય સરોગીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.હાલમાં કાનપુરમાં રાજેશ યાદવના ઘરની અંદર છાપેમારી ચાલું છે અને ITની ટીમ ઘરની અંદર દસ્તાવેજ શોધી રહી છે. બીજી તરફ બહાર પોલીસ ફોર્સ તૈનાત છે. ઘરનું કોઈ પણ સદસ્ય બહાર આવતું નજર નથી આવ્યું. જોકે, એ વાતની પુષ્ટિ નથી થઈ શકી કે, દરોડા દરમિયાન રિયલ એસ્ટેટ બિઝનેસમેન ઘરની અંદર છે કે નહીં. કાનપુરની ઈન્કમ ટેક્ષ ટીમે ઝાંસી શહેરના 8 મોટા બિઝનેસમેનો અને બિલ્ડરોના આવાસ, કંપની અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા છે. સપા નેતા શ્યામ સુંદર સિંહ યાદવ, બિલ્ડર વિરેન્દ્ર રાય, રાકેશ બઘેલ, વિજય સરાગવી સહિત અનેક બિઝનેસમેનો પર IT વિભાગની કાર્યવાહી ચાલું છે. મળતી માહિતી પ્રમાણે આરોપ છે કે, ઘનારામ ઈન્ફ્રાએ કરોડો રૂપિયાના રોકડ વ્યવહારો કર્યા હતા. કંપની દ્વારા મકાનો અને મિલકતો રોકડમાં ખરીદવામાં અને વેચવામાં આવી હતી. માનવામાં આવે છે કે આ દરોડા 2-3 દિવસ સુધી ચાલશે. આ કંપની નકલી કોન્ટ્રાક્ટ દ્વારા બ્લેક મનીને વ્હાઈટમાં કન્વર્ટ કરે છે તેવો આરોપ છે. તાજેતરમાં 300 કરોડથી વધુની પ્રોપર્ટી પણ ખરીદવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.