Tiranga Yatra: પંડિત જવાહરલાલ નેહરુની તસવીર શેર કરી રાહુલ ગાંધીએ ભાજપને આપ્યો વળતો જવાબ - At This Time

Tiranga Yatra: પંડિત જવાહરલાલ નેહરુની તસવીર શેર કરી રાહુલ ગાંધીએ ભાજપને આપ્યો વળતો જવાબ


નવી દિલ્હી, તા. 03 ઓગસ્ટ 2022 બુધવારદેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 15 ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસરને ખાસ બનાવવા માટે સરકાર તરફથી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ખાસ આયોજન કરાઈ રહ્યુ છે. બુધવારે દિલ્હીમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ તિરંગા યાત્રા કાઢવામાં આવી.દિલ્હીના લાલ કિલ્લાથી ઈન્ડિયા ગેટ થતા સંસદ ભવન સુધી કાઢવામાં આવેલી આ તિરંગા યાત્રામાં સત્તાધારી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના તમામ સાંસદ અને મંત્રી સામેલ થયા પરંતુ આ આયોજનથી વિપક્ષી સાંસદો દૂર રહ્યા. બાઈક રેલીના રૂપમાં નીકળેલી સાંસદોની તિરંગા યાત્રાથી વિપક્ષી દળો સામેલ ન થતા આ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષમાં વાગ્યુદ્ધ શરૂ થઈ ગયુ છે. સત્તા પક્ષ તિરંગા રેલીમાં વિપક્ષના સામેલ ન થવા મુદ્દે આકરા પ્રહાર કરી રહ્યુ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સત્તા પક્ષને વળતો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ તિરંગા સાથે પંડિત જવાહર લાલ નેહરુની તસવીરને ટ્વીટ કરી શાયરાના અંદાજમાં ટ્વીટ લખ્યુ કે 'દેશ કી શાન હૈ હમારા તિરંગા, હર હિંદુસ્તાની કે દિલ મેં હૈ હમારા તિરંગા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.