શ્રી કંથકોટ પ્રાથમિક શાળામાં જાજર માન ગણતંત્ર દિવસની ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uneqppo2az3hhs9w/" left="-10"]

શ્રી કંથકોટ પ્રાથમિક શાળામાં જાજર માન ગણતંત્ર દિવસની ઉજવણી


આજરોજ શ્રી કંથકોટ પ્રાથમિક શાળામાં 75 માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં 33 જેટલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ આપવામાં આવ્યા અને બહોરી સંખ્યામાં ગામ ના અગ્રણીઓ તથા જાહેર જનતાએ લાભ લીધો..

દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત આજના કાર્યક્રમમાં ધ્વજ વંદન વિધિ ગામની દીકરી જોડે કરવામાં આવી , તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રજનીબેન તથા જ્યોતિબેનના હસ્તે કરવામાં આવ્યું શાળાના શિક્ષકો મહિપતભાઈ, લક્ષ્મણભાઈ ,કિરણભાઈ ,સંદીપભાઈ જીગ્નેશભાઈ, અંકિતા બેન અને નેહબેન એ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મોટી જહેમત ઉઠાવી અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં દાનની સરવાણી થઈ ,સમગ્ર કાર્યક્રમને અંતે શાળા ના મુખ્ય શિક્ષક વિજયભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી, કાર્યક્રમના અંતે ભોજન ના દાતાશ્રી ખલીફા રહીમાં બેન અલીમામદ દ્વારા શાળાના તમામ બાળકો અને સ્ટાફ મિત્રોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી, કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તમામ નામી અનામી વ્યક્તિઓનો શ્રી કંથકોટ પ્રાથમિક શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]