જસદણ તાલુકાના ખાંડા. હડમતિયા પ્રાથમિક શાળાના વાજા નિર્મળાબેન જમનાદાસની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી - At This Time

જસદણ તાલુકાના ખાંડા. હડમતિયા પ્રાથમિક શાળાના વાજા નિર્મળાબેન જમનાદાસની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી


જસદણ તાલુકાના જંગવડ ગામે આવેલ શ્રી જંગવડ તાલુકા પ્રાથમિક શાળા માં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં ધ્વજવંદન કાર્યક્રમ , સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર - ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- રાજકોટ દ્વારા પસંદ થયેલ જસદણ તાલુકાના શ્રેષ્ઠ પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન સમારોહ પણ ગોઠવવામાં આવ્યું. જેમાં ખાંડા. હડમતિયા પ્રાથમિક શાળાના શિક્ષિકાબેન શ્રી વાજા નિર્મળાબેન જમનાદાસ ને પ્રતિભાશાળી શિક્ષકનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ તકે ખાંડા. હડમતિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી , સ્ટાફગણ, SMCના સભ્યો અને ગ્રામજનો દ્વારા અભિનંદનની વર્ષા કરવામા આવી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.