વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદર તથા માહિયારી ખાતે મહાનુભાવોએ ૧૯૭ મકાનોનું ઇ-લોકાર્પણ કર્યું* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uktmerhn986brlzc/" left="-10"]

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદર તથા માહિયારી ખાતે મહાનુભાવોએ ૧૯૭ મકાનોનું ઇ-લોકાર્પણ કર્યું*


દરેક પરિવારના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા વર્તમાન સરકાર કટિબદ્ધ છે: બાબુભાઈ બોખીરીયા

લોકાભિમુખ વિવિધ યોજનાઓ દ્વારા વર્તમાન સરકારે ઉત્તમથી સર્વોત્તમ જનસેવાયજ્ઞના કાર્યો કર્યા છે. ચેતનાબેન તિવારી

ગોસા(ઘેડ) પોરબંદર તા,૧૦/૦૨/૨૦૨૪.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમા પોરબંદર જિલ્લાના ૧૯૭ લાભાર્થી પરિવારોને મહાનુભાવોએ આવાસની ચાવી સોપવામાં આવી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), (શહેરી), હળપતિ આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના ૧,૩૧,૪૫૪ આવાસોના ઇ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયો હતો. તેમજ તમામ જિલ્લાઓમાં આ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ ઉપસ્થિતિથી જોડાયા હતા.
પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે તથા કુતિયાણા તાલુકાના મહિયારી ગામના મહેર સમાજ ખાતે વિવિધ મહાનુભાવો તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં ૧૯૭ મકાનોનું ઇ-લોકાર્પણ કરાયું હતું.
આ તકે માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં વિકસિત ભારત- વિકસિત ગુજરાત બનાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના અંતિમ વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે. દરેક પરિવારના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા વર્તમાન સરકાર કટિબદ્ધ છે. પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની ચાવી મેળવતા તમામ લાભાર્થીઓને અભિનંદન પાઠ્વ્યાં હતા.
નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે, વિવિધ યોજનાઓ દ્વારા વર્તમાન સરકારે ઉત્તમથી સર્વોત્તમ જનયજ્ઞના કાર્યો કર્યા છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વિશ્વકર્મા યોજના, જનધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત યોજનાઓની હારમાળા દ્વારા છેવાડાના અંતિમ વ્યક્તિનું કલ્યાણ થાય તે રીતે યોજનાઓની અમલવારી કરવામાં આવી રહી છે. મહાનુભાવોએ પ્રધાન મંત્રી આવાસ યોજના તથા પી.એમ. સ્વનિધિ યોજનાઓના લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી વિતરણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી કે.ડી.લાખાણી, જિલ્લા પોલીસ વડાશ્રી ભગીરથસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટરશ્રી રાયજાદા, તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખૂટી, પ્રાંત અધિકારી શ્રી સંદીપ જાદવ, માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી લખમણભાઇ ઓડેદરા સહિત મહાનુભાવો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં પ્રાંત અધિકારી શ્રી કુતિયાણા પારસ વાંદાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં પોરબંદર શહેર તથા ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો ઉપસ્થિત રહી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને લાઇવ સાંભળ્યા હતા. કાર્યક્રમના સ્થળ પાસે મેડીકલ ચેકઅપ કેમ્પ, ઇવીએમ નિદર્શન તથા વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા રાખવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન પૂજાબેન રાજા તથા પોપટ ભાઈ ખૂટીએ કર્યું હતું.
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]