શ્રી લાકડિયા કેળવણી મંડળ સંચાલિત સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત, વ્યશન મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવેલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ujczrlfcxcnnfb2o/" left="-10"]

શ્રી લાકડિયા કેળવણી મંડળ સંચાલિત સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત, વ્યશન મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવેલ


આજ રોજ શ્રી લાકડિયા કેળવણી મંડળ સંચાલિત સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી નારાયણ સીગ તેમજ જૂના કટારીયા ના પી.એચ.સી ના ડૉ રવિ સાહેબ તેમજ આયુષ ડૉ ભૂમિકાબેન ના માર્ગદર્શન હેઠળ' (Rksk) રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત, વ્યશન મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ પ્રાર્થના થી કરવામાં આવેલ ત્યારબાદ શાળા આચાર્ય તેમજ સ્કૂલ સ્ટાફ દ્વારા આરોગ્ય સ્ટાફ નું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ , વિધ્યાર્થીઓને તમાકુ,બીડી, સિગારેટ, દારૂ ના સેવન થી થતા કેન્સર, જેમાં તમાકુ દ્વારા થતા કેન્સર જેમ કે મોઢનું કેન્સર, આંતરડાનું કેન્સર, ફેફસાનું કેન્સર, તેના લક્ષણો અને સારવાર વિશે અડોલેશેસન હેલ્થ કાઉન્સિલર કિરેનભાઈ પાતર તેમજ CHO ચાંદની બેન ઘ્વારા વિસ્તૃત મા જાણકારી આપવા મા આવી. તેમજ CHO દિલીપ ભાઈ, અવની બેન, Mphs વિપુલ ભાઈ,Mphw રાજુભાઈ, ચેતન ભાઈ હાજર રહ્યાં હતા.

આ કાર્યક્ર્મનું સંચાલન શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવેલ તેમજ શાળાના આચાર્ય શ્રી દ્વારા આભાર વીધી કરવામાં આવેલ.

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]