મંત્રીશ્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં ઉજજલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્ર્મ યોજાયો ******** ભારે વરસાદ, પુર, વાવાઝોડા જેવી ભયંકર પરીસ્થિતિમાં પણ આ કર્મિયોએ સતત કામ કરી વિજ પુરવઠો પુરો પાડ્યો છે મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ ********** સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ડો.નલીન કાંન્ત ગાંધી ટાઉનહોલ ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ તથા કૃષિ વિભાગ ગુજરાત રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઉજજલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ અને વર્ષ ૨૦૪૭ સુધીની અપેક્ષાઓ પર આધારીત કાર્યક્રમ યોજાયો. આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત આ વીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્ર્મની સાથે જ ઇડર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની અધ્યક્ષતામાં કાર્યકમ યોજાયો હતો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ugss4erjz7iorzav/" left="-10"]

મંત્રીશ્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં ઉજજલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્ર્મ યોજાયો ******** ભારે વરસાદ, પુર, વાવાઝોડા જેવી ભયંકર પરીસ્થિતિમાં પણ આ કર્મિયોએ સતત કામ કરી વિજ પુરવઠો પુરો પાડ્યો છે મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ ********** સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ડો.નલીન કાંન્ત ગાંધી ટાઉનહોલ ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ તથા કૃષિ વિભાગ ગુજરાત રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઉજજલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ અને વર્ષ ૨૦૪૭ સુધીની અપેક્ષાઓ પર આધારીત કાર્યક્રમ યોજાયો. આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત આ વીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્ર્મની સાથે જ ઇડર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની અધ્યક્ષતામાં કાર્યકમ યોજાયો હતો.


મંત્રીશ્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં ઉજજલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્ર્મ યોજાયો
********
ભારે વરસાદ, પુર, વાવાઝોડા જેવી ભયંકર પરીસ્થિતિમાં પણ આ કર્મિયોએ સતત કામ કરી વિજ પુરવઠો પુરો પાડ્યો છે મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ
**********
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ડો.નલીન કાંન્ત ગાંધી ટાઉનહોલ ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ તથા કૃષિ વિભાગ ગુજરાત રાજ્યકક્ષા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઉજજલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ અને વર્ષ ૨૦૪૭ સુધીની અપેક્ષાઓ પર આધારીત કાર્યક્રમ યોજાયો. આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત આ વીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્ર્મની સાથે જ ઇડર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની અધ્યક્ષતામાં કાર્યકમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રૂફટોપના માધ્યમ થકી ઘરે ઘરે વિજ ઉત્પાદન કરી રહી વિજ ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. જેનો શ્રેય આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ગામડાઓને ૨૪ કલાક વિજળી આપવાનો વિચાર વિધાનસભામાં રજૂ કર્યો ત્યારે વિપક્ષે મજાક ઉડાવી તેના જવાબમાં મોદીજીએ જણાવ્યું કે હું દિવસે સ્વપ્ન જોઉ છું રાત્ર નહી અને શરૂ થઈ જ્યોતિર ગ્રામ યોજના. આ યોજના થકી ગામડાઓમાં ૨૪ કલાક વિજપુરવઠો આપવામાં આવ્યો હતો. આજે ગુજરાતના ૧૮,૦૦૦ ગામડા અને ૧૨,૦૦૦ પેટા પરાઓને ૨૪ કલાક વિજ પુરવઠો આપવાની સાથે ઉધોગોને પણ જરૂરી પુરવઠો મળી રહ્યો છે. ખેડૂતોને પણ આઠ કલાક વીજ પુરવઠો મળે છે. આ સાથે ખેડૂતોએ પોતાના ખેતરમાં સોલર પ્લાન્ટ લગાવીને દિવસે વિજળી આપવાની સાથે વધારાની આવક કમાવા મોકો મળ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને પૂરૂ કરવા માટે અનેક યોજનાઓ બનાવામાં આવી રહી છે. જેમાં મકાઇ અને ચોખામાંથી ઇથોનલ બનાવવાનો પ્લાન વિચારણા હેઠળ છે જેથી ખેડૂતોને આવક વધશે. ખેડૂતના ખેતરમાં ડ્રોન સીસ્ટરમથી દવા ખાતર છંટવાની શરૂઆત કરવામાં આવી રહી છે જેથી ખેડૂતના સમયનો બચાવ થાય જેનું એક નિદર્શન ટૂંક સમયમાં આ વિસ્તારમાં કરવામાં આવશે.મંત્રીશ્રીએ વિજ કર્મિઓની ફરજ નિષ્ઠાને બિરદાવતા જણાવ્યું કે ભારે વરસાદ, પુર વાવાઝોડા જેવી ભયંકર પરીસ્થિતિમાં પણ આ કર્મિયોએ કામ કરી સતત વિજ પુરવઠો પુરો પાડ્યો છે
યુ.જી.વી.સી.એલ.ના એમ.ડીશ્રી પ્રભાવ જોષીએ જણાવ્યું હતું કે, અમારા કર્મચારીઓ દરેક સીઝનમાં ૨૪ કલાક નિયત સમય મર્યાદામાં કામ કરે છે. ટૂંક સમયમાં યુ.જી.વી.સી.એલ. દ્રારા બધી જ સેવાઓ ઓનલાઇન થઈ જશે જેથી નાગરીકોએ ઓફીસના ધક્કા નહી ખાવા પડે.
આ કાર્યક્ર્મમાં હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેંદ્રસિંહ ચાવડા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એચ.શાહે પ્રાસંગીક પ્રવચન કર્યું હતુ સાથે વીજ લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્ર્મમાં નગરપાલિકા પ્રમુખશ્રીમતિ યતિનાબેન મોદી, જી.યુ.ડી.સી.ડીરેક્ટરશ્રી જે.ડી.પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઇ પટેલ, કૌશલ્યા કુંવરબા, યુ.જી.વી.સી.એલ.ચીફ ઇજનેરશ્રી જે.કે. દરજી,અધિક્ષક ઇજનેરશ્રી ધનુલા,કાર્યપાલક ઇજનેરશ્રી મજમૂદાર, ઇડર કાર્યક્ર્મમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ હર્ષાબેન વણકર, નાયબ ઇજનેરશ્રી પી.જે.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા
આબીદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]