ગાંધીનગર ના ડભોડા પ્રાથમિક શાળા માં નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ugeoh7j5t91xpxqm/" left="-10"]

ગાંધીનગર ના ડભોડા પ્રાથમિક શાળા માં નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી


.

ગાંધીનગર તાલુકાના ડભોડા ગામે આવેલી ડભોડા તાલુકા પ્રાથમિક કુમાર શાળામાં આજે નવરાત્રી મહોત્સવ ની ધામ થી ઉજવણી કરવામાં આવી હતી . ધોરણ એક થી આઠ ના બાળકોએ વિવિધ પહેરવેશમાં આવીને આરાધના ના પર્વ એવા નવરાત્રીની ઉજવણી કરી હતી. શાળામાં માતાજીની આરતી વંદના બાદ રાસ ગરબા ડીજે મ્યુઝિક સાથે યોજવામાં આવતા બાળકો ગરબે જુમ્યા હતા .બાળકો સાથે શાળાનો સ્ટાફ પણ નવરાત્રિના રંગમાં રંગાયો હતો અને ગરબાની મોજ માણી હતી .ગરબે ઘૂમતા અને વિવિધ પહેરવેશ માં આવેલા બાળકોને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા . નવરાત્રિની ઉજવણી અનોખી રીતે કરી હતી. ડભોડા તાલુકા પ્રાથમિક શાળાના સ્ટાફ શિક્ષક ગણોએ ભારે જેહેમત બાળકોને તૈયાર કરવામાં ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે ડભોડા તાલુકા પ્રાથમિક કુમાર શાળા તમામ સુવિધાઓથી સંપન્ન સ્કૂલ માનવામાં આવે છે અને સ્કૂલમાં તમામ વર્ગખંડોમાં ડિજિટલ શિક્ષણ સાયરન સિસ્ટમ સાઉન્ડ સિસ્ટમ સીસીટીવી કેમેરા વિશાળ ગાર્ડન ભોજન સમારંભ માટે શેડ પ્રાર્થના સભા માટે શેડ સહિતની સુવિધાઓ બાળકો માટે વિકસાવવામાં આવી છે . ડભોડા પંથકની એકમાત્ર વિકાસશીલ સ્કૂલ માનવામાં આવે છે.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]