જસદણ પંચ બ્રહ્મ સમાજ ગરબી જસદણના મેઇન બજારમાં જુના ગરબી ચોક ખાતે 111 વર્ષમાં મંગલપ્રવેશ - At This Time

જસદણ પંચ બ્રહ્મ સમાજ ગરબી જસદણના મેઇન બજારમાં જુના ગરબી ચોક ખાતે 111 વર્ષમાં મંગલપ્રવેશ


જસદણ પંચ બ્રહ્મ સમાજ ગરબી જસદણના મેઇન બજારમાં જુના ગરબી ચોક ખાતે યોજવામાં આવે છે. આ ગરબી આજે 111 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. આ ગરબીમાં માતાજીના શ્લોક અને પાઠ શક્રાદય સ્તુતિ સાથે વિવિધ પ્રકારના અલગ અલગ રાસ રમવામાં આવે છે, જેમાં તાલી રાસ, ધૂપેલ યા રાસ, કૃષ્ણ ભક્તિ રાસ, રાધા ભક્તિ રાસ, રાંદલના ગરબા, અંબાના વિવિધ પ્રકારના ગરબા યોજવામાં આવે છે. જેનું સંચાલન બ્રહ્મ સમાજના પ્રમુખ નિમેશભાઈ શુક્લ તેમજ સચિનભાઈ ભટ્ટ, અનિલભાઈ ઉપાધ્યાય, રવુંભાઈ ચાવડા, વિનુભાઈ ચાવડા, ઋષિ ભાઈ જોશી, જીતભાઈ મહેતા, યાત્રિકભાઈ કંસારા, લાલાભાઇ ગોસાઈ,કિરીટભાઈ મનીષભાઈ મહેતા, ઉપાધ્યાય અરૂણભાઇ ઉપાધ્યાય, રવિભાઈ જીવાણી, જીગ્નેશભાઈ મિસ્ત્રી સહિતના આગેવાનો સેવા કરે છે. અને આ ગરબી પૂર્ણ થયે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને બાળા ઓને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ આ સરસ મજાની ગરબીના આયોજકોને બ્રહ્મ સમાજના સર્વ વડીલો દ્વારા સારુ કાર્ય અર્થે અભીનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.