સોનાના ભાવમાં વધારો, રોકાણકારોને લીલાલેર પણ ગ્રાહકોની વધી મુશ્કેલી - At This Time

સોનાના ભાવમાં વધારો, રોકાણકારોને લીલાલેર પણ ગ્રાહકોની વધી મુશ્કેલી


નાણાકીય વર્ષ સોનાના રોકાણકારો માટે દિવાળી સમાન સાબિત થયો છે, જ્યારે નવી ખરીદી કરવા માંગતા પ્રજાજનો માટે કાળો સાબિત થયો છે. સોના ભાવમાં તોતિંગ વધારાના કારણે ગ્રાહકોની ખરીદી પર અસર પડી છે. સોનાના ભાવ વધવાની સાથે સોની બજારમાં અસર જોવા મળી છે. લગ્નગાળામાં લોકો સોના દાગીના ખરીદતા હોય છે,પરંતુ હવે ભાવ વધારો થતા ગ્રાહકો પણ ઓછું સોનું ખરીદવા મજબૂર છે. માર્કેટમાં ભાવ વધારાને કારણે ગ્રાહકોના હાથ ખિસ્સામાં જતાં અટક્યા છે, બીજી તરફ સસ્તા ભાવે સોનું ખરીદીને બેઠા હોય તેવા રોકાણકારો માટે આ ભાવ વધારે વળતર આપી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.