આજે બ્રહ્મપુરી પ્રાથમિક શાળામાં આર્યુવેદિક અને હોમીઓપેથીક ફ્રી નિદાન કેમ્પ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/udj0wu1bdtctcx24/" left="-10"]

આજે બ્રહ્મપુરી પ્રાથમિક શાળામાં આર્યુવેદિક અને હોમીઓપેથીક ફ્રી નિદાન કેમ્પ યોજાયો.


સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાપર, બ્રહ્મપુરી સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ અને શાળાના આચાર્ય
ભોપાભાઈ.એલ.ઝાપડીયા નાં સહયોગ થી આ આયોજન કરવામાં આવ્યું.આ કેમ્પ માં ચામડી,તાવ, શરદી જેવા અનેક રોગો માટે દવા આપી લોકોને ફ્રી સેવા આપી હતી તેમજ ગામ લોકોને રોગોમાં લક્ષણો દેખાય તરત જ ડોક્ટરની સલાહ લેવા જાગૃત કરવા અપીલ કરી હતી.આ કેમ્પ માં ધાંધલપુર સરકારી આયુર્વેદીક ડોક્ટર શ્રી ઈનાયન સેરસિયા સાહેબ, ધાંધલપુર સરકારી હોમિયોપેથિક ડો. પુનિતભાઈ જેઠવા, આચાર્ય ભોપાભાઈ .એલ. ઝાપડિયા, ગામજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સાથે સાથે દર્દીઓને ફ્રી મા ચેકઅપ કરી મફત દવાનુ વિતરણ તેમજ રોગપ્રતિકારક આર્યુવેદિક ઉકાળા, અને હોમિયોપેથીક ઔષધીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ,, પાર્ટનર રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]