ઉદયપુર: પર્યટન નગરી લેક સિટીમાંથી MDMA ડ્રગ્સ અને હથિયારોનો જથ્થો મળ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/udaipur-mdma-drugs-and-weapons-seized-from-tourist-town-lake-city/" left="-10"]

ઉદયપુર: પર્યટન નગરી લેક સિટીમાંથી MDMA ડ્રગ્સ અને હથિયારોનો જથ્થો મળ્યો


- પોલીસે ડ્રગ્સ, હથિયારો અને નકલી નોટો કબજે કર્યા બાદ કાર ચાલકની ધરપકડ કરી છેઉદયપુર, તા. 28 ઓગષ્ટ 2022, રવિવારવિશ્વ પ્રસિદ્ધ પર્યટન શહેર ઉદયપુર ટેલર કન્હૈયાલાલની ઘાતકી હત્યા બાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. અહીં પોલીસે MDMA ડ્રગ્સ અને હથિયારોનો મોટો કન્સાઈનમેન્ટ પકડ્યો છે. ભારતમાં વિશ્વભરના પ્રવાસીઓની પ્રથમ પસંદગી ગણાતા લેક સિટી ઉદયપુરમાં MDMAની હાજરીએ પોલીસને આશ્ચર્યમાં મૂકી દીધી છે. મેરેજ ડેસ્ટિનેશન અને મોટી તથા લક્ઝરી પાર્ટીઓ માટે પ્રખ્યાત તળાવોના શહેર ઉદયપુરમાં MDMA જેવા ડ્રગ્સની પહોંચને કારણે પોલીસ મૂંઝવણમાં છે. જો કે પોલીસે હજુ સુધી આ મામલે સંપૂર્ણ ખુલાસો નથી કર્યો. આ માટે આજે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે.મળતી માહિતી પ્રમાણે શહેરના પ્રતાપનગર વિસ્તારમાંથી MDMA ડ્રગ્સ અને હથિયારોનો એક કન્સાઈનમેન્ટ મળી આવ્યો છે. પ્રતાપનગર પોલીસ સ્ટેશને શનિવારે રાત્રે નાકાબંધી દરમિયાન એક શંકાસ્પદ કારને અટકાવી તલાશી લીધી હતી. તલાશી દરમિયાન કારમાંથી MDMA ડ્રગ્સ મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત લાખો રૂપિયા જણાવવામાં આવી રહી છે. પોલીસને કારમાંથી 4 પિસ્તોલ સાથે 70 કારતૂસ પણ મળી આવ્યા છે.આ સાથે કારમાં 200-200 રૂપિયાની નકલી નોટ મળવાની પણ માહિતી છે. પોલીસે ડ્રગ્સ, હથિયારો અને નકલી નોટો કબજે કર્યા બાદ કાર ચાલકની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ, હથિયારો અને નકલી નોટો ક્યાંથી લાવવામાં આવી હતી અને તેને ક્યાં સપ્લાય કરવાની હતી તેનો હજુ ખુલાસો નથી થયો. પોલીસ આરોપીની પૂછપરછમાં વ્યસ્ત છે. પોલીસનું કહેવું છે કે, આ સમગ્ર મામલે વરિષ્ઠ અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરશે. જોકે, પ્રવાસી શહેરમાં MDMA ડ્રગ્સની હાજરીએ પોલીસના કાન આમળ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]