*રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ 2 ઓક્ટોબર થી આંદોલન કરશે* - At This Time

*રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ 2 ઓક્ટોબર થી આંદોલન કરશે*


ગુજરાત

*રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ 2 ઓક્ટોબર થી આંદોલન કરશે*
*RSS ની ભગીની સંસ્થા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ 2 ઓક્ટોબર થી સરકાર સામે*
*પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક સહિત ગુજરાતના તમામ શિક્ષકો જોડાશે*
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તમામ સંવર્ગ 2 તારીખ થી સરકાર સામે આયોજનબદ્ધ આંદોલનમાં ઉતરશે. શિક્ષકોના કેટલાય સમયથી સરકાર દ્વારા જાહેરાતો કરવા છતાં પણ આજ દિન સુધી તેના પરીપત્રો કરી અમલ કર્યો નથી તથા કેટલાક પ્રશ્નોનો ઉકેલ બાકી છે. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં મુખ્ય મુદ્દાઓ જુની પેન્શન યોજના નો અમલ કરવો તથા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને બદલીનો લાભ આપવો વગેરે શિક્ષકોના વણઉકેલ પ્રશ્નો મામલે મંત્રી સમુહ વચ્ચે થયેલા સમાધાન મુજબ માંગણીઓને લઈને એક વર્ષ વિતી ગયા છતાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામા નહી આવતા અને શિક્ષકોના પ્રશ્નો હજુ પણ યથાવત્ત રહેતા આખરે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ આગામી તા.૨ ઓક્ટોમ્બરથી લડત ચાલુ કરવાનુ એલાન કરાયુ છે.
આ અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ અને મહામંત્રી મિતેષભાઈ ભટ્ટએ જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા શિક્ષક કર્મચારીઓના હિતમાં વર્ષે ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નો અંગે આંદોલન કરવામાં આવ્યુ હતું.જેમાં સરકાર નિયુક્ત મંત્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન મુજબ માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ સમાધાનને એક વર્ષ વીતી ગયા છતાં મહત્વપૂર્ણ ઠરાવ પ્રસિદ્ધ કરી તેનો અમલ આજ દિન સુધી થયો નથી. સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં માંગણીઓ તેમજ અન્ય પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેને લીધે શિક્ષકોમાં આક્રોશ ફેલાવો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા તારીખ ૨૧ સપ્ટેમ્બર સુધીમાં સરકાર નિયુક્ત મંત્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન મુજબના ઠરાવ પ્રસિદ્ધ નહીં કરવામાં આવે તથા બાકી પડતર પરનો નહીં ઉકેલવામાં આવે તો સંગઠન દ્વારા આંદોલન કરવામાં આવશે. તેમ મુખ્યમંત્રી,શિક્ષણમંત્રી તથા નાણામંત્રીને જણાવ્યુ હતું.આજે આ સમય મર્યાદા પૂર્ણ થાય છે.સમયમર્યાદા પૂર્ણ થતાં સમાધાન મુજબનો ઠરાવ તથા માંગણી મુજબના પ્રશ્નો ન ઉકેલાતા રાષ્ટ્રીય શૈલિક મહાસંધ ગુજરાતના નવ સંવર્ગ (ગ્રાન્ટેડ પ્રાથમિક, સરકારી પ્રાથમિક, ગ્રાન્ટેડ માધ્યમિક, સરકારી માધ્યમિક, ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક, સરકારી ઉચ્ચત્તર માધ્યમિક, ગ્રાન્ટેડ આચાર્ય, સરકારી આચાય, એચ ટાટ મુખ્ય શિક્ષક સંવર્ગ) ના રાજ્યના ૨,૩૦,૦૦૦થી વધુ શિક્ષકોના હિતમાં આંદોલન કરશે.આગામી તા.૨ ઓક્ટોબરના રોજ પ્રત્યેક જિલ્લાના જિલ્લા મથકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના તમામ સંવર્ગના પદાધિકારી, કાર્યકર્તા તથા સદસ્ય મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી, સમૂહ પ્રાર્થના કરી આંદોલન ચાલુ કરશે.આંદોલનની ઘોષણા બાદ સૌ શિક્ષક કર્મચારીઓ
પ્રશ્નોના ઉકેલ માટે ભારત માતાની માટીથી તિલક કરી ભારત માતાની માટી હાથમાં લઇ સામૂહિક પ્રતિજ્ઞા લેશે.આંદોલનને સફ્ળ બનાવવા આત્મબળ વધારવા સૌ પ્રતિક ઉપવાસ રાખશે તથા સામુહિક રીતે ખાદીની ખરીદી કરશે. આગામી તા.૨ ઓક્ટોબરના પ્રત્યેક જિલ્લાના જિલ્લા મથકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતના તમામ સંવર્ગના પદાધિકારી,ઉપવાસ રાખો તથા સામુહિક રીતે કાર્યકર્તા તથા સદસ્ય મોટી સંખ્યામાં
એકત્રિત થઈ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી, સમૂહ પ્રાર્થના કરી આંદોલનની શરૂઆત કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.