સાબરકાંઠાના લોલાસણ ખાતે ૧૯૬૨ એમ્બ્યુલન્સ દ્વારા બળદના શિંગડાનું નિ:શુલ્ક ઓપરેશન કરાયુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ub4eikz7j71bbjjb/" left="-10"]

સાબરકાંઠાના લોલાસણ ખાતે ૧૯૬૨ એમ્બ્યુલન્સ દ્વારા બળદના શિંગડાનું નિ:શુલ્ક ઓપરેશન કરાયુ


સાબરકાંઠાના લોલાસણ  ખાતે ૧૯૬૨ એમ્બ્યુલન્સ દ્વારા બળદના શિંગડાનું નિ:શુલ્ક ઓપરેશન કરાયુ

******

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર  તાલુકાના લોલાસણ ગામે  ૧૯૬૨ દ્રારા કાર્યરત દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં દ્વારા બળદના શિંગડાનુ ઓપરેશન કરી અબોલ જીવ એવા ખેડૂત મિત્ર બળદને પીડા મુક્ત કરી જીવન બચાવવામાં આવ્યું હતું.  ગુજરાત સરકાર, પશુપાલન વિભાગ અને જી.વી.કે ઈ.એમ.આર.આઈ દ્વારા પી.પી.પી મોડલ પર આધારીત  સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૫ મોબાઈલ પશુ દવાખાના કાર્યરત છે

     હિંમતનગર  તાલુકાના લોલાસણ ગામે  એક બળદ શિંગડાની પીડાથી પીડાતો હતો.આ દરમિયાન જીવદયા પ્રેમી સગર નરેશભાઈ દ્વારા “૧૯૬૨” ને કોલ કરતા ડ્યુટી પર હાજર પશુ ચિકિત્સક ડૉ. મોહંમદ મદની ઘટના સ્થળે ત્વરીત પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચતા ખબર પડી કે બળદના  શિંગડાનું ઓપરેશન કરવું પડે તેમ હોઇ  પશુ ચિકિત્સક ડૉ. મહંમદ મદની અને ડૉ. માર્ગી પટેલ દ્વારા ઘટના સ્થળે જ  બળદના શિંગડાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને બળદને પીડા મુક્ત કરવામાં આવ્યો હતો.

     રાજ્યમાં તમામ જિલ્લાઓમાં નાયબ પશુપાલન નિયામક, મદદનીશ પશુપાલન નિયામકની કચેરીઓ કાર્યરત છે.. જેઓના નિયંત્રણ હેઠળ પશુ દવાખાના શાખા, ફરતા પશુ દવાખાના, ૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્દો કાર્યરત છે. આ સંસ્થાઓ પૈકી પશુ ચિકિત્સા અધિકારી મારફતે પશુ ચિકિત્સા અને પશુ આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે. રાજ્યના દરેક જિલ્લામાં આરોગ્ય વિભાગની "૧૦૮”ની  જેમ ૧૯૬૨ દ્રારા પશુઓ માટે ઇજાગ્રસ્ત પશુ- પક્ષીઓની સારવાર, ઇમરજન્સી સારવાર માટે પશુ ચિકિત્સા સેવાઓ "કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨” થકી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. "૧૯૬૨” ટોલ ફ્રી નંબર પર ફોન કરવાથી એમ્બ્યુલન્સ  સ્થળ પર આવી, પશુ ચિકિત્સા અધિકારી દ્વારા નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે.

     આમ સમગ્ર રાજ્યમાં “૧૯૬૨” દ્વારા ઘટના સ્થળે જ  પશુઓને “કરૂણા એમ્બ્યુલન્સ” સેવાના વેટેનરી ડોક્ટર  દેવદૂત સમાન બન્યા

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]