જસદણ તાલુકામાં હાથ ઉછીના આપેલ પૈસાની પરત માંગણી કરતા ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા, સાચી હકીકતને ધ્યાને લઈ તહોમતદારના જામીન મંજૂર કરતી નામદાર કોર્ટ

જસદણ તાલુકામાં હાથ ઉછીના આપેલ પૈસાની પરત માંગણી કરતા ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા, સાચી હકીકતને ધ્યાને લઈ તહોમતદારના જામીન મંજૂર કરતી નામદાર કોર્ટ


રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામે ફરિયાદીએ તે જ ગામના ધનજીભાઈ સામે જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ખરી હકીકતે જોતા ફરિયાદીને પૈસાની જરૂર હોવાથી ફરિયાદીએ તહોમતદાર ધનજીભાઈ પાસે ધંધાના કામ અર્થે પૈસાની માગણી કરેલ અને ધનજીભાઈએ ગામના હોવાથી તેમજ મિત્રતાના દાવે હાથ ઉછીના પૈસા ત્રણ વર્ષ પહેલા આપેલા હતા અને ત્યારબાદ સમયવિતી જતાં ધનજીભાઇને પૈસાની જરૂરત હોવાથી પૈસા પરત માંગતા ફરિયાદીએ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ. આમ સઘળી અને તટસ્થ તપાસ સાથે જસદણ પોલીસ અધિકારી દ્વારા તહોમતદાર ધનજીભાઈને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ. તહોમતદાર ધનજીભાઈના પક્ષે જસદણના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા અને નામદાર કોર્ટ સમક્ષ જામીન અરજી સાથે સાચી હકીકત જણાવી દલીલ કરતા નામદાર કોર્ટ દ્વારા તહોમતદાર ધનજીભાઈના જામીન મંજૂર કરેલ અને જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ. આમ તહોમતદાર ધનજીભાઈના એડવોકેટ તરીકે પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા.
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »