કુતિયાણા પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને ૨૬ જાન્યુઆરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે રીવ્યુ બેઠક યોજાઈ

પોરબંદર તા,૧૭. કુતિયાણા પ્રાંત અધિકારીશ્રી પારસ વાંદાના અધ્યક્ષ સ્થાને કુતિયાણા પ્રાંત કચેરી ખાતે ૨૬ મી જાન્યુઆરીની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે અધિકારીઓની રીવ્યુ બેઠક યોજાઇ હતી.

આગામી ૨૬ જાન્યુઆરી જિલ્લા કક્ષાની ઉજવણી ધ્વજ વંદન કાર્યક્રમ જૂની સરકારી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ કુતિયાણા ખાતે યોજાનાર છે. પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ તૈયારી બાબતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠક બાદ આજ તા. ૧૭ ના રોજ કુતિયાણા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રીને અધ્યક્ષ સ્થાને અધિકારીઓની રીવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે પૂર્વ તૈયારી જેમાં ધ્વજ વંદન વિધિ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્થળ નિરીક્ષણ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, સફાઈ અભિયાન, શહેરમાં રોશની, વૃક્ષારોપણ, ટેબલો તથા સ્ટોલ વગેરે બાબતે ચર્ચા કરવાની સાથે પ્રાંત અધિકારીશ્રીએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »