હળવદના રણમલપુરમાં પ્રૌઢનું અપહરણ કરી હાથ-પગ ભાંગી નાખ્યા - At This Time

હળવદના રણમલપુરમાં પ્રૌઢનું અપહરણ કરી હાથ-પગ ભાંગી નાખ્યા


ગામમાં રહેતા મહિલા સાથે પ્રૌઢ નામ લે છે તે તકરારમાં અપહરણ કરી હુમલો કરાયો

હળવદ તાલુકાના રણમલપુર ગામે મહિલા સાથે નામ લેવાની બાબતની તકરારનો ખાર રાખી પ્રૌઢનું ગામમાં જ રહેતા ચાર શખ્સો દ્વારા કારમાં અપહરણ કરી દોરડા વડે બાંધી ધોકા વડે બંને હાથ અને પગમાં માર મારી ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચાડતા પ્રૌઢને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સમગ્ર મામલે પ્રૌઢ દ્વારા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના રણમલપુર ગામમાં રહેતા ખેડૂત વાસુદેવભાઇ નાગરભાઈ વરમોરા ઉવ.૫૦ એ આરોપીઓ રાજેશભાઈ જગદિશભાઈ, મેહુલ રાજેશભાઈ પારેજીયા, અતુલ રાજેશભાઈ પારેજીયા તથા દિપ દિનેશભાઈ પારેજીયા બધા રહે.રણમલપુર તા.હળવદ જી.મોરબી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરિયાદી વાસુદેવભાઇ વરમોરાને છેલ્લા ત્રણેક દિવસથી તેમના ગામના મહિલા સાથે રાજેશભાઈ પરેજીયાનું ફરિયાદી વાસુદેવભાઇ નામ લે છે તેવા ખોટા આક્ષેપ કરવા બાબતે તકરાર ચાલતી હોય ત્યારે તેનો ખાર રાખી ગત તા. ૨૫/૧૨ ના રોજ સવારે રણમલપુર ગામની પાનની દુકાન નજીકથી આરોપી રાજેશભાઈ જગદિશભાઈએ વાસુદેવભાઈને પાછળથી પાટુ મારી ધક્કો મારી ગાડીમા નાખી દઈ ગાડીનો દરવાજો બંધ કરી ઉપરોક્ત અન્ય ત્રણ આરોપીઓ વાસુદેવભાઈને કાળા કલરની ગાડીમાં અપહરણ કરી રણમલપુર ગામની ઘનેરી સીમમાં ક્રિકેટના મેદાનમાં લઈ જઈ ગળામાં મફલર બાંધી દોરડા વડે પગ બાંધી હોકી તથા ધોકા તથા છરી વડે માર મારી બંન્ને હાથે તથા બંન્ને પગે ફેક્ચરો કરી નાસી ગયાની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.