અમદાવાદમાં ૨૦૨૩ વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ નો સાપ્તાહિક સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ નિર્વિઘ્ને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ. - At This Time

અમદાવાદમાં ૨૦૨૩ વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ નો સાપ્તાહિક સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ નિર્વિઘ્ને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ.


અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, સંયુક્ત પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની ના માર્ગદર્શન અને સૂચનાઓ ના આધારે અમદાવાદ શહેરના મણિનગર ખાતે આયોજીત વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ ૨૦૨૩ ના મેળામાં લાખોની જનમેદની એકત્રિત થવા ની સંભાવનાઓ હોય તેઓની સુરક્ષા અને સલામતી માટે અંદાજીત ૧૩૦૦ પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, હથિયાર ધારી S.R.P જવાનો નો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી જાહેર જનતા ની સલામતી અને સુરક્ષા માટે અંદાજે ૧૫૦ જેટલા સુચનાઓના સાઈન બોર્ડ મૂકી કાંકરિયા આવતા સહેલાણીઓ ની જાગૃત અને સાવચેત કરવા અર્થે લગાવવામાં આવ્યા હતાં,

જૂનાગઢ F.M રેડિયોના R.J અજય મારફતે ઓડિયો ક્લિપ બનાવી, ખોયા પાયા ટીમ બનાવી તેમજ હોમ ગાર્ડ જવાનોની ૧૦ જવાનોની ત્રણ ટીમ બનાવી દરેક પ્રવેશ દ્વાર ઉપર વધારાના C.C.T.V કેમેરા ગોઠવી સતત ચેકીંગ ની કામગીરી કરી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવતા એક પણ અનિચ્છનિય બનાવ વગર વિના વિઘ્ને વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ નો સાપ્તાહિક કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો,

અમદાવાદ શહેરના મણિનગર ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલમાં આવતા કેટલાક સહેલાણીઓ અને પરિવારજનો ની નાની અમથી બેદરકારીથી તેઓના બાળકો પરિવારથી વિખુટા પડી જવાના બનાવો અવાર નવાર બને છે, અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા તથા નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની, સુશ્રિ.બન્નો જોષી દ્વારા વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલના બંદોબસ્તમાં ખોવાયેલા અને મળેલા વ્યક્તિ તથા બાળકોને શોધવા તથા સોંપવા માટે " J " ડિવિઝન ના A.C.P પ્રદિપસિંહ જાડેજા તથા " K "ડિવિઝન A.C.P મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના P.I ડી.પી. ઉનડકટ, P.S.I એસ.એસ.પટેલ તથા સ્ટાફના હે.કો. દેવુંસિંહ, છત્રસિંહ, પરેશભાઈ, મહિલા.પો.કો ભાવિકાબેન, સહિતના સ્ટાફની "ખાસ ખોયા પાયા ટીમ" બનાવી મેળામાં આવતા લોકોની મદદ કરવા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ જે આધારે ૨૦૨૩ ના વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ દરમિયાન આશરે ૫૦ થી ૬૦ જેટલા છુટા પડી ગયેલ, ગુમ થયેલા અને મળી આવેલા બાળકો અને માણસોને પરિવારજનો સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું,

આ ઉપરાંત, " જે " ડિવિઝન ના A.C.P પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના P.I ડી.પી. ઉનડકટ સહિતના સ્ટાફ દ્વારા વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ માણવા આવતા લોકોના માલ સામાન, મોબાઈલ,પર્સ અને અન્ય સમાન ની સુરક્ષા માટે આશરે ૧૫૦ જગ્યાએ સૂચનાઓ ના સાઈન બોર્ડ બનાવી, જૂનાગઢ FM Radio ના R.J અજય મારફતે લોકોને જાગૃત અને સાવચેત રહેવા માટે ઓડિયો ક્લિપ બનાવી પ્રવેશ દ્વાર ઉપર વધારાના C.C.T.V કેમેરા ગોઠવી ચેકીંગ પ્રથા મજબૂત બનાવી તેમજ સતર્ક હોય એવા હોમગાર્ડ જવાનોની ૧૦ માણસોની ત્રણ ટીમ બનાવી લોકોને સાવચેત રાખવા માટે કરવામાં આવેલ નવતર પ્રયોગો દ્વારા વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ ના સાપ્તાહિક કાર્યક્રમમાં આવતા લાખો લોકોએ શાંતિ અને સલામતી પૂર્વક કાર્યક્રમનો આનંદ માણ્યો હતો, અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ વખતના કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમ દરમિયાન લાખોની મેદની હોવા છતાં સલામતીના નવતર પ્રયોગના કારણે લોકોના માલસામાન, મોબાઈલ અને પર્સની ચોરીઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ હતો અને કોઈ પણ અનિચ્છનિય બનાવ વગર વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલનો સાત દિવસનો કાર્યક્રમ વિના વિઘ્ને પૂર્ણ થયો હતો,

સાંસદો, ધારાસભ્યો સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તથા પદાધિકારીઓ દ્વારા અમદાવાદ શહેર દ્વાર કરવામાં આવેલ ચુસ્ત પોલીસના બંદોબસ્ત ની ખાસ નોંધ લીધી હતી અને પોલીસ ની આ બંદોબસ્ત ની કામગીરી ને બિરદાવવા માં આવી હતી,

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર,સંયુક્ત પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા તથા નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની ના સૂચનો અને માગૅદશૅન સાથે મણિનગર ખાતેના વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલમાં જાહેર જનતા ની સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યું હતું.

Report by :- Keyur Thakkar Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.