સેમારાના મુવાડા ગામે બે દિવસીય બાબા રામદેવપીરના આખ્યાનનુ આયોજન. - At This Time

સેમારાના મુવાડા ગામે બે દિવસીય બાબા રામદેવપીરના આખ્યાનનુ આયોજન.


મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામ ખાતે બે દિવસીય રામપીરનુ આખ્યાનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.આમ સેમારાના મુવાડા ગામ ખાતે જીવણજીના છાપોરા ગામના બોરીયા ફળીયાના રામદેવ પીર યુવક મંડળ દ્વારા બાબા રામદેવપીરનુ બે દીવસીય આખ્યાનનુ આયોજન આવ્યુ હતુ.આમ બાબા રામદેવ મહારાજના જીવન ચરિત્ર તથા તેમના ઈતિહાસ અને રામદેવ મહારાજના સાક્ષાત પરચાનુ વર્ણન કરવામાં આવ્યુ હતુ.જ્યારે સેમારાના મુવાડાના આજુબાજુના ગામડાઓ માંથી મોટી સંખ્યામાં ભક્તજનો બાબા રામદેવપીરનુ આખ્યાન નિહાળવા ઉપસ્થિત થયા હતા.જ્યારે બીજા દિવસે બાબા રામદેવ પિરના રામ રસોડાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી અને બાબા રામદેવનો પ્રસાદ લીધો હતો.આમ બોરીયા ફળિયાના યુવક મંડળ દ્વારા બાબા રામદેવપીરનુ બે દીવસીય જીવન કથાનુ સુદર આયોજન કરવામાં આવ્યુ હતુ.જ્યારે સમગ્ર વાતાવરણ પણ ભક્તિમય બન્યુ હતુ.જ્યારે બાબા રામદેવપીર ના ભકતોમાં પણ અનેરો આનંદ ઉત્સાહ જોવા મલ્યૉ હતો.આમ બે દીવસીય કાર્યક્રમમાં બાબા રામદેવ રામદેવજી મહારાજની સેવા પુજા કરી કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો.

આમ સેમારાના મુવાડા ગામ ખાતે બે દીવસીય બાબા રામદેવના આખ્યાનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જ્યારે ઠંડીનો માહોલ હોવા છતા પણ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી અને બાબા રામદેવ પિરનુ આખ્યાન નિહાળ્યુ હતુ.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.