*ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિધ્ધપુર ખાતે જ્યોતિષ અનુસંધાન કેન્દ્ર અંતર્ગત આકાશ દર્શનનો કાર્યક્રમ યોજાયો.* - At This Time

*ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિધ્ધપુર ખાતે જ્યોતિષ અનુસંધાન કેન્દ્ર અંતર્ગત આકાશ દર્શનનો કાર્યક્રમ યોજાયો.*


*ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિધ્ધપુર ખાતે જ્યોતિષ અનુસંધાન કેન્દ્ર અંતર્ગત આકાશ દર્શનનો કાર્યક્રમ યોજાયો.*
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિધ્ધપુર ના જ્યોતિષ અનુસંધાન કેન્દ્ર અંતર્ગત આજ તારીખ 10 મી ફેબ્રુઆરી 2024 ના રોજ રાત્રે આકાશ દર્શન ના કાર્યક્રમનું આયોજન કરાયેલ હતું. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિધ્ધપુર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી જ્યોતિષ અનુસંધાન કેન્દ્ર માં જ્યોતિષનો અભ્યાસક્રમ ચાલે છે. જ્યોતિષના અભ્યાસક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને આકાશ દર્શન કરાવી બ્રહ્માંડમાં રહેલા ગ્રહો, નક્ષત્ર, રાશિ વિગેરેનું જ્ઞાન આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ખગોળશાસ્ત્રી શ્રી ભુપેન્દ્રભાઈ ધોળકિયા હાજર રહી વિદ્યાર્થીઓને ખગોળ ગણિત અને આકાશ દર્શન ની સમજ આપી. બહોળી સંખ્યામાં હાજર રહેલ જ્યોતિષના વિદ્યાર્થીઓ અને જ્યોતિષ જ્ઞાનપિપાસુઓ એ ખગોળ નું જ્ઞાન મેળવ્યું. જ્યોતિષ અનુસંધાન કેન્દ્રના સંયોજક ડૉ. મધુસુદનભાઈ જોશી, અધ્યાપકો શૈલેષભાઈ મહેતા, રમેશભાઈ શુક્લા, રાકેશભાઈ ગજ્જર અને કિશોરભાઈ જોશી હાજર રહી વિદ્યાર્થીઓને આકાશ દર્શન માટેની સમજ પૂરી પાડી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના સીઈઓ મા. શ્રી રાજેન્દ્રસિંહજી તેમજ કુલ સચિવ શ્રી ડો. હિંમતસિંહજી રાજપુતે હાજરી આપી વિદ્યાર્થીઓને જ્યોતિષના અભ્યાસક્રમ માં વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાય તેવી અપીલ કરી. અને ભવિષ્યે પણ જ્યોતિષ અનુસંધાન કેન્દ્ર અંતર્ગત વધારેમાં વધારે સગવડ યુનિવર્સિટી તરફથી પૂરી પાડવાની ખાતરી આપી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનદ અધ્યાપક શ્રી શૈલેષભાઈ મહેતાએ કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.