વડનગર મામલતદાર કચેરી ની સામે વિષ્ણુપુરી તળાવ ના કિનારે પાલિકા દ્વારા દબાણ દૂર કરવા આવ્યું
વડનગર મામલતદાર કચેરી ની સામે વિષ્ણુપુરી તળાવ ના કિનારે પાલિકા દ્વારા દબાણ દૂર કરવા આવ્યું
વિષ્ણુ પુરી તળાવ નવીનકરણ નડતરરૂપ દબાણ હટાવવા અગાઉ નોટિસ આપી હતી.
વડનગર મામલતદાર કચેરી ની સામે આવેલું વિષ્ણુપુરી તળાવ ના કિનારે વડનગર વહીવટી તંત્ર દ્વારા ગેર કાયદેસર દબાણ દૂર કરવા માં આવ્યું તેમાં વિષ્ણુ પુરી તળાવ ના કિનારા પર ની જમીન પર એક શખસે ગેરકાયદેસર ઈંટો થી ચણતર કરેલુ પતરાં વાળું મકાન નું બાંધકામ કર્યું હતું. તેથી વડનગર નગરપાલિકા વહીવટ તંત્ર એ વારંવાર ગેરકાયદેસર ઈંટો ચણતર કરેલુ પતરાં વાળું મકાન હટાવવા માટે વારંવાર નોટિસ આપતાં હોવા છતાં એ આ દબાણ દૂર થતું ના હતું પરંતુ મહેસાણા જિલ્લા કલેકટર સુધી આ ગેરકાયદેસર ઈંટો થી ચણતર કરેલુ પતરાં વાળું મકાનનો મામલો પહોંચતા હતો તેથી દબાણ તોડી પાડવાસૂચના આપતાં બુધવારે વહીવટીદાર એસ .એમ.એસ સેધવ ,ચીફ ઓફિસર ઉપેન્દ્ર ભાઈ ગઢવી પાલિકા તથા મામલતદાર સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે જ આ ગેરકાયદેસર ઈંટો ની ચણતર કરેલુ પતરાં વાળું મકાન નું જીસીબી દ્વારા દબાણ દૂર કરવા આવ્યું હતું.
વડનગર નગર માં ચાલતાં વિકાસ નાં કામમાં નડતરરૂપ દબાણ આગામી સમયમાં હાટાવવા માં આવશે. વડનગર નગરપાલિકાના દ્વારા દબાણકારોને સ્વેચ્છાએ દબાણ હટાવી લેવાની નોટિસ ફટકારતાં છે. ત્યાર બાદ દબાણ નહીં હટાવે તો તોડી પાડવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.