ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ નવમી નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ નવમી નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું


તા:30 ગીર સોમનાથ જિલ્લાનાં ઞીર ઞઢડા તાલુકાનાં બોડીદર ગામે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતાં જેમને આજે એક વર્ષ થયાં બાદ રામનવમી નિમિત્તે સમસ્ત બોડીદર ગામ આયોજિત ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે બોડીદર ગામની ગલીએ ગલીએ ડીજેનાં તાલ સાથે સમસ્ત બોડીદર ગામ આયોજિત જય શ્રી રામનાં નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં અનેક આગેવાનો વડીલો અને ગોપી મંડળનો પૂર્ણ સહયોગ મળવાથી આજે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં

જેમાં આ શોભાયાત્રામાં ભગવાન શ્રીરામનો રથ શણગાર કરીને ગલીએ ગલીએ ફેરવવામાં આવ્યો હતો જેમાં અનેક દર્શનાર્થીઓએ ભગવાન શ્રીરામના દર્શનનો લાભ લઇને ધન્યતા પ્રાપ્ત કરી હતી જેમાં ગુજરાતભરમાં આજે અનેક જિલ્લા તાલુકાઓમાં પણ રામનવમી નિમિત્તે અનેક જગ્યાએ શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા નીકળી હતી જેમાં અયોધ્યા રામ મંદિરમાં હાલ રામચંદ્ર ભગવાનના દર્શન કરવાં માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં ત્યારબાદ ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બોડીદર ગામની ગોપી મંડળની તમામ બહેનોએ રામ નવમી નિમિત્તે શ્રી રામચંદ્ર ભગવાનના લાભાર્થે ભાઞવત સપ્તાહનું પણ સાત દિવસ માટેનું રાત્રિનાં 8 કલાકથી રાત્રીનાં 11 કલાક સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે

જેમનાં શાસ્ત્રી જયેશભાઇ ભટ્ટ મહુવા વાળા આ કથાનું રસપાન કરાવશે એવી પણ જાણકારી મળી હતી જેમનું સ્થળ ઉગા બાપાનાં મંદિરે ત્યાં રોજ રાત્રે રાત્રિનાં 8 થી 11 વાગ્યા સુધી ભાગવત સપ્તાહનો બહોળી સંખ્યામાં લોકો લાભ લેઇ એવી જાણકારી આપી હતી જેથી બોડીદર ગામમાં શ્રીરામચંદ્ર ભગવાનનાં મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં આજે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે આજે સમસ્ત બોડીદર ગામ આયોજિત સતત લોકોનો સહકાર પણ મળતો રહેશે એવો પણ આભાર વ્યક્ત કર્યો હતો

પ્રેસ રિપોર્ટર ડિ કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.