ડો.ચારુદત ગોરની અનોખી સિદ્ધિ.........ઈડરની પાસે આવેલા મોહનપુરા ગામે - At This Time

ડો.ચારુદત ગોરની અનોખી સિદ્ધિ………ઈડરની પાસે આવેલા મોહનપુરા ગામે


ડો.ચારુદત ગોરની અનોખી સિદ્ધિ.........ઈડરની પાસે આવેલા મોહનપુરા ગામે કે. એચ.હોસ્પિટલમાં દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે છે. તા.21 ફેબ્રુઆરીના રોજ બાબુભાઈ ઠાકોર ઉંમર વર્ષ 60 ને સવારે અચાનક જમણો હાથ અને પગ સંપૂર્ણ કામ કરતાં બંધ થઈ ગયા હતા અને બોલવાનું પણ બંધ થઈ ગયું હતું. તેમને લગભગ અર્ધબેભાન અવસ્થામાં આ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં ફિઝિશિયન ડો. ચારુદત ગોરે તેમની એમ.આર.આઇ કરાવીને જણાવ્યું કે મગજમાં લોહી પહોંચાડતી નસ મોટા પાયે બ્લોક થઈ ગઈ છે. તાત્કાલિક ધોરણે ડોક્ટરે લોહીની કણી ઓગાળવાનું ભારે ઇન્જેક્શન આપ્યું અને ફક્ત 30 સેકન્ડમાં દર્દી પોતાના પગ હલાવવા સક્ષમ થઈ ગયા. તેમજ ડો.ચારુદત ગોર તથા તેમની ટીમ દ્વારા નવ દિવસ ખૂબ જ મહેનત કરી તેના પરિણામ સ્વરૂપે બાબુભાઈ પોતાના પગે ચાલીને ઘરે જઈ શક્યા. આમ લકવાના કિસ્સામાં સાડા ચાર કલાકની સમય મર્યાદામાં જો દર્દીને હોસ્પિટલ લાવવામાં આવે તો ભારે ઇન્જેક્શનની સારવારથી નવું જીવન પ્રાપ્ત કરી શકે છે. ઈડરની આ હોસ્પિટલની એક અનોખી સિદ્ધિ છે. ડો. ચારુદત ગોર શ્રી હિંમત હાઈસ્કૂલ, હિંમતનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને અભિનંદન અને શુભેચ્છાઓ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.