બાલાસિનોરમાં વિજિલન્સનો દરોડો, ૧૮૨૯૫ નો દારૂ ઝડપાયો.

બાલાસિનોરમાં વિજિલન્સનો દરોડો, ૧૮૨૯૫ નો દારૂ ઝડપાયો.


બાલાસિનોર થી સેવાલિયા રોડ તરફ જતા સીઆરસી ભવનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યા માંથી દારૂ સાથે પ્રતિબંધક વિસ્તારમાં પરપ્રાંતીય વિદેશી દારૂ સાથે એકની અટકાયત

મહિસાગરના બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં સ્ટેટ વિસ્તારમાં વિજીલન્સ ટીમ દ્વારા રૂ ૧૮૨૯૫ નો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. આ સમગ્ર બનાવ અંગે વિદેશી દારૂ વેચતા જીગરકુમાર ઉર્ફે સતિષ જીતેન્દ્ર ભાઇ ભોઇ રહે.ભોઇવાડા ,જુના બસ સ્ટેશન,બાલાસિનોર ની અટકાયત કરી છે. જ્યારે અન્ય પાંચ બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા હતા. જેમા ૧).રાજેશ ઉર્ફે બોડો મહેરા રહે.ભોઇવાડા,જુના બસ સ્ટેશન,બાલાસિનોર.૨) અજય ઉર્ફે રંડી રમણભાઇ મહેરા રહે.જુના ભોઇવાડા,જુના બસ સ્ટેશન બાલાસિનોર.૩).વિશાલ બાબુભાઈ મહેરા.રહે જુના ભોઇવાડા, જુના બસ સ્ટેશન,બાલાસિનોર ,૪) જયદિપ ઠાકોર .રહે.હાંડિયા ૫). પાપાભાઇ રહે સેવાલિયા. સ્ટેટ વિજીલન્સ દરોડો પાડી કાર્યવાહી કરી છે.

ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ બાલાસિનોરના ના સેવાલિયા રોડ પર આવેલ સીઆરસી ભવનની બાજુમાં ખુલ્લી જગ્યાએથી દરોડો પાડી વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. પોલીસે બાતમી આધારિત સ્થળે દરોડો પાડતા એકને ઝડપી પાડયા હતા. તેમજ નાની મોટી વિદેશી દારૂની બોટલ અને બીયરના ટીન કુલ નંગ - ૧૫૯ . જેની કુલ કિંમત રૂ.૧૮૨૯૫, રોકડ રૂપિયા રૂ ૪૯૬૦ અને રૂ ૫ હજારનો મોબાઇલ મળી કુલ રૂ ૨૮૫૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »