પાકિસ્તાની સેનાના કોર કમાન્ડરના રાજીનામાથી ખળભળાટ, ચૂંટણીમાં સેનાની ભૂમિકાની ટીકા કરી હતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/the-uproar-over-the-resignation-of-the-pakistan-armys-core-commander-criticized-the-armys-role-in-the-election/" left="-10"]

પાકિસ્તાની સેનાના કોર કમાન્ડરના રાજીનામાથી ખળભળાટ, ચૂંટણીમાં સેનાની ભૂમિકાની ટીકા કરી હતી


પાકિસ્તાની સેનામાં આજકાલ ઉથલ- પાથલ જોવા મળી રહી છે.

નજીકના ભવિષ્યમાં આર્મી ચીફ બનવાના દાવેદારોમાં સામેલ લેફટનન્ટ જનરલ અયમાન બિલાલ સફદરે સેનામાંથી આપેલા રાજીનામાથી ખળભળાટ વ્યાપી ગયો છે. પાકિસ્તાનના મોટાભાગના મીડિયાએ આ ખબરને મહત્વ નથી આપ્યુ પણ દેશના યૂટ્યૂબર્સે તેના પર ચર્ચા છેડી દીધી છે.

લેફટનન્ટ જનરલ અયમાન બિલાલે તાજેતરમાં ચૂંટણીમાં થયેલી ગરબડમાં પાકિસ્તાની સેનાનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાની યૂટ્યૂબ ચેનલ્સે જણાવ્યુ છે કે, 'પાંચ માર્ચ, 2024ના રોજ મળેલી પાકિસ્તાની સેનાના કોર કમાન્ડરોની બેઠકમાં તેમણે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. '


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]