તલાક-એ-હસન પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, કહ્યું- તે અયોગ્ય નથી લાગતું - At This Time

તલાક-એ-હસન પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, કહ્યું- તે અયોગ્ય નથી લાગતું


નવી દિલ્હી, તા. 16 ઓગષ્ટ 2022, મંગળવારતલાક-એ હસનને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, હાલના મામલાને જોતા અવું લાગે છે કે, તલાક-એ હસન અયોગ્ય નથી કારણ કે, આમાં મહિલાઓ પાસે 'ખુલા'ના રૂપમાં એક વિકલ્પ છે. તે અંતર્ગત મહિલા તેના પતિને છૂટાછેડા આપી શકે છે.મુસ્લિમ પુરૂષોને છૂટાછેડાનો એકપક્ષીય અધિકાર આપનાર તલાક-એ-હસનને પડકારતી તલાક પીડિતાને સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, શુ તમે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માંગો છો જેથી તમને મેહર કરતાં વધુ વળતર મળે? હવે આગામી 29 ઓગષ્ટે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે ઈચ્છતા નથી કે આ કોઈ અન્ય પ્રકારનો એજન્ડા બને. - શું છે તલાક-એ-હસનતલાક-એ-હસનએ તલાકનું એક સ્વરૂપ છે જેના દ્વારા મુસ્લિન પુરૂષ 3 મહિનાના સમયગાળામાં દર મહિને એક વખત તલાક બોલીને તની પત્નીને તલાક આપી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.