માલપુર તાલુકા ભાજપ કાર્યાલયનું ઉદ્દઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજના ઉગ્ર દેખાવો. - At This Time

માલપુર તાલુકા ભાજપ કાર્યાલયનું ઉદ્દઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજના ઉગ્ર દેખાવો.


માલપુરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઘૂસીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો.ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી એ નો વિરોધ હજુ બંધ થવાનું નામ લેતો નથી. આજરોજ માલપુર તાલુકા ભાજપ કાર્યાલય નું ઉદઘાટન હતું તેમાં માલપુર તાલુકાના તમામ ક્ષત્રિય સમાજના લોકો એ માલપુર ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે આવી સુત્રોચાર કરી પરષોત્તમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ઉગ્ર દેખાવો જોતાં ભાજપ કાર્યાલય કાર્યક્રમ બંધ કરી ભાજપના કાર્યકરો સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા. ક્ષત્રિય સમાજ દ્વારા જય ભવાનીના નારા લગાવી ઉગ્ર દેખાવો કર્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.